BHAVNAGAR : સોમનાથ હાઇવેનું કામ અધુરું, કોબડીના ટોલ પ્લાઝા પર ટોલટેક્સ ઉઘરાવવા બાબતે રોષ

|

Jan 22, 2021 | 8:02 PM

BHAVNAGAR : ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું હજુ કામ અધૂરું હોવા છતાં પણ ટોલટેક્ષસ લેવાની વાતને લઈને ખુબ જ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.

BHAVNAGAR : ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું હજુ કામ અધૂરું હોવા છતાં પણ ટોલટેક્ષસ લેવાની વાતને લઈને ખુબ જ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાથી લઈને તમામ માધ્યમોમાં વિરોધ ઉભો થઇ રહ્યો છે. ભાવનગરથી સોમનાથ હાઇવે પર ખુબજ મોટી માત્રામાં કામગીરી બાકી હોવા છતાં કઈ રીતે ટેક્સ ઉઘરાવી શકે તેવા લોકો અને કોંગ્રેસે સવાલ કર્યા. ભાવનગરના સાંસદો અને ધારાસભ્યો પણ આ ટોલટેક્સને કેમ કઈ નક્કર પરિણામ નથી લાવતા તે પણ એક લોકોમાં ચર્ચાનો વિષય છે. ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને આ ટોલટેક્સ નડે તો નવાઈ નહીં.

 

 

આ રોડના અધૂરા કામ, છતાં આ માર્ગ પરથી પસાર થતા નાના-મોટા હજારો વાહનોને આર્થિક અસર થઈ રહી છે. લોકોમાં રોષ વચ્ચે કોબડીના ટોલ પ્લાઝા પર ટોલટેક્ષસ ઉઘરાવાનો હાલમાં શરૂ છે. હજુ તો આ રોડનું કામ તણસામાં નજીક બે જગ્યાએ જમીન સંપાદન બાકી છે, જો કે ભાજપ શહેર પ્રમુખે કહ્યું કે, ભાવનગર સોમનાથ હાઇવે માટે તેમણે પ્રધાન અને સાંસદને રજુઆત કરી છે.

Next Video