Bhavnagar: શહેરમાં સતત વધતું કોરોના સંક્રમણ, રેમડેસીવીર ઈન્જેક્શનોની અછતને લઈને દર્દીઓ પરેશાન

Bhavnagar: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જ્યારે વધી રહ્યો છે, ત્યારે ભાવનગરમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એક તરફ કોરોનાનો કહેર બીજી તરફ કોરોનામાં ઉપયોગ લેવાતી રેમડેસીવીર ઈન્જેક્શનની ભારે અછત અને અછતને લઈને રેમડેસીવીરના કાળા બજાર થતાં હોવાનું પણ ક્યાંક ક્યાંક સામે આવી રહ્યું છે.

Bhavnagar: શહેરમાં સતત વધતું કોરોના સંક્રમણ, રેમડેસીવીર ઈન્જેક્શનોની અછતને લઈને દર્દીઓ પરેશાન
Remdesivir Injection (File Image)
| Edited By: | Updated on: Apr 03, 2021 | 10:47 PM

Bhavnagar: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જ્યારે વધી રહ્યો છે, ત્યારે ભાવનગરમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એક તરફ કોરોનાનો કહેર બીજી તરફ કોરોનામાં ઉપયોગ લેવાતી રેમડેસીવીર ઈન્જેક્શનની ભારે અછત અને અછતને લઈને રેમડેસીવીરના કાળા બજાર થતાં હોવાનું પણ ક્યાંક ક્યાંક સામે આવી રહ્યું છે. ત્યારે ભાવનગરના ડોક્ટરો, હોસ્પિટલો અને કેમિસ્ટો દ્વારા તાત્કાલિક ભાવનગરને પૂરતા પ્રમાણમાં રેમડેસીવીરના ઈન્જેક્શન મળી રહે તે માટે ઉપર સુધી રજુઆત કરવામાં આવેલ છે. રેમડેસીવીર ઈન્જેક્શનો પૂરતો સ્ટોક આવનારા દિવસોમાં નહીં મળે તો ભાવનગરમાં સારવાર લેતા દર્દીઓ માટે બહુ મોટી સમસ્યા ઉભી કરી શકે તેમ છે.

 

ભાવનગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ ખુબ જ મોટી સંખ્યામાં વધી રહ્યા છે. ધીરે ધીરે ખાનગી અને સરકારી હોસ્પિટલોના બેડ ફૂલ થઈ રહ્યા છે. ત્યારે આટલી મોટી સમસ્યાઓ વચ્ચે સૌથી મોટી એક સમસ્યા સારવાર આપનાર ડોક્ટરો સામે એ છે કે કોરોનાની સારવારમાં વાપરવામાં આવતા રેમડેસીવીર ઈન્જેક્શનોની ખુબ જ મોટી અછત ઉભી થવા પામેલ છે. ભાવનગરના ડોકટર નામાંકિત ડોકટરના કેહવા પ્રમાણે રેમડેસીવીર ઉત્પાદન કરતી કંપનીઓએ કોરોનાની ગતિ સાવ ધીમી થતા જેતે સમયે રેમડેસીવીર ઈન્જેક્શનનોનું ઉત્પાદન બંધ કરેલ અને ત્યારબાદ ફરી કોરોનાની લહેર આવતા અચાનક રેમડેસીવીર ઈન્જેક્શનોની અછત ઉભી થવા પામેલ છે. ભાવનગરના વહીવટી તંત્ર દ્વારા સરકારમાં રેમડેસીવીરનો જથ્થો ભાવનગરને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રજુઆત કરવામાં આવેલ છે.

 

ભાવનગરમાં હાલમાં રેમડેસીવીર ઈન્જેક્શનોને લઈને દર્દીઓના સગા દોડાદોડી કરી રહ્યા છે, ત્યારે રેમડેસીવીર તાત્કાલિક જરૂરિયાત દર્દીઓને મળે તે બહુ જરૂરી છે. હાલમાં સરકાર સુરત, અમદાવાદ જેવા શહેરોમાં રેમડેસીવીર પહોંચે તેવા પ્રયત્નો કરી રહી છે, ત્યારે ભાવનગર જેવા નાના શહેરોમાં પણ દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે રેમડેસીવીર ભાવનગરમાં પણ મળે પૂરતા પ્રમાણમાં તે જરૂરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રેમડેસીવીર ઉત્પાદન કરતી મોટાભાગની કંપનીઓ આ ઈન્જેક્શનો એક્સપોર્ટ કરી રહી છે, જે સરકારે તાત્કાલિક બંધ કરાવવુ જોઈએ.

 

આ પણ વાંચો: Rajkot: રોડ-રસ્તાની માંગ સાથે સ્થાનિક મહિલાઓએ જેતપુર નગરપાલિકાને ઘેરી