Bhavnagar: ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારની બુમરાણો ઉઠી

|

Mar 30, 2021 | 11:59 PM

ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારની બુમરાણો ઉઠી છે. વર્ષ 2015માં મનપા દ્વારા પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ પાંચ ગામો પૈકી અકવાડા ગામમાં તમામ સુવિધા પુરી પાડવાનો દાવો શાસકો દ્વારા કરવામાં આવ્યો હતો.

ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારની બુમરાણો ઉઠી છે. વર્ષ 2015માં મનપા દ્વારા પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ પાંચ ગામો પૈકી અકવાડા ગામમાં તમામ સુવિધા પુરી પાડવાનો દાવો શાસકો દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીની સમસ્યા ઉભી થતાં સ્થાનિકો ભારે હાલાકીનો સામનો ઉઠાવી રહ્યા છે.

 

 

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 2015માં પાંચ ગામોને મનપામાં ભેળવવામાં આવ્યા હતા અને તે સમયે આ પાંચેય ગામોમાં વિકાસ કરીશું તેવું કમિટમેન્ટ આપેલ અને આ ગામોમાં લોકોની મૂળભૂત જરૂરિયાત એવા રોડ, રસ્તા, ડ્રેનેજ અને પાણીની સુવિધા આપવાનો વાયદો કરેલ, આ પાંચ ગામોમાંનું એક ગામ છે અકવાડા આ ગામમાં મનપાના શાસકો દ્વારા પાણીની સુવિધાની વાત તો થયેલ પણ પાણીની સુવિધા ના બદલે અસુવિધા ઉભી થવા પામેલ છે. આ ગામમાં હાલમાં 10થી 15 દિવસે પાણી આવી રહ્યું છે જેને લઈને ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં લોકો અને ખાસ કરીને મહિલાઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

 

આ ગામની મહિલાઓને દૂર આવેલ તલાવડીથી પાણી લાવવું પડે છે. આખા ગામમાં પાણીની લાઈન ના નામે ખોદકામ કરેલ હોવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડે છે અને કામ પૂર્ણ થતું નથી કે લોકોને પાણી મળતું નથી, આ ગરમીમાં પાણીની તંગી ખૂબ મોટી સમસ્યા ગણી શકાય, ત્યારે મનપામાં નવા ચૂંટાયેલા કોર્પોરેટરો આ ગામની પાણીની સમસ્યા દૂર કરી પોતાનું પાણી બતાવે તો આ ગામના લોકોને શાંતિ થાય.

 

આ પણ વાંચો : Maharashtra Corona Update : સમગ્ર દેશના કોરોનાના પાંચ ગણા કેસો મહારાષ્ટ્રમાં, ઉત્તરમાં પંજાબે વધારી ચિંતા

Next Video