
ભાવનગરની સર ટી હોસ્પિટલથી માનવતાને લજવતી ફરિયાદ સામે આવી છે. સર ટી હોસ્પિટલમાં મૃત્યુ પામનાર કોરોનાના દર્દીઓના મૃતદેહ પરથી સોના ચાંદીની કિંમતી દાગીના, રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન ચોરાઈ જવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે સર તખ્તસિંહજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ વાત સંભળવા તૈયાર નથી. ભાવનગરમાં કોરોના હેલ્થ સેન્ટર નથી કે સ્પેશીયલ કોવિડ હોસ્પિટલ પણ નથી ફાળવાઈ. આ બાબતે ગુજરાત સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. અને ભાવનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 10:45 am, Fri, 7 August 20