Jitu vaghani Profile : ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી બન્યા કેબીનેટ પ્રધાન

|

Sep 16, 2021 | 4:14 PM

Jitu vaghani ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે,ઉપરાંત તેઓ સંગઠનનો સારો અનુભવ ધરાવે છે.

Jitu vaghani Profile : ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી બન્યા કેબીનેટ પ્રધાન
Jitendra Waghani (File Photo)

Follow us on

Jitu Vaghani Profile : જીતુ વાઘાણીને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યુ છે.તેઓ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે,ઉપરાંત તેઓ સંગઠનનો સારો અનુભવ ધરાવે છે. ચૂંટણીઓની (Election)બાબતમાં પણ તેઓ અનુભવી છે.જો કે ઘણા સમયથી તેઓ હોદ્દાથી દૂર છે.યુવાન પાટીદાર ચહેરા તરીકે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે.

જો અભ્યાસની વાત કરવામાં આવે તો જીતુ વાઘાણીએ બી.કોમ .એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કરેલો છે. જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે. તે અત્યાર સુધીમાં બે વાર ચૂંટણી લડી ચૂક્યા છે અને નાની ઉંમરના ધારાસભ્યો તેમનું નામ મોખરે આવે છે. આ ઉપરાંત તે ભાજપના ભાવનગર યુવા મોરચાના મંત્રી પણ રહી ચુક્યા છે.

જીતુ વાઘાણીને જયારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવાયા ત્યારે તેમના પર ઘણી જવાબદારીઓ હતી અને આ જવાબદારીઓને સુપેરે પાર પાડવાની હતી, જેમાં તેઓ મહદઅંશે સફળ રહ્યાં એમ કહી શકાય. 2017ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપને જવલંત વિજય મળ્યો ત્યારેતેઓ પ્રદેશ અધ્યક્ષ હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જીતુ વાઘાણીની સંપત્તિની જો વાત કરવામાં આવે તેમના નામે કૃષિ વિષયક જમીન ઘણી બધી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ઉમેદવારીપત્ર ભરતી વખતે પોતાની જે આર્થીક બાબતો દર્શાવી હતી એની ટૂંકી વિગત આ પ્રામાણે છે :

જંગમ અસ્કયામતો : 2,09,32,168 રૂપિયા (બેંકમાં રોકાણ , થાપણ વગરે)
સ્થાવર અસ્કયામતો : 2,30,47,000 (જમીન, મકાન વગરે)
કુલ દેવું – કરજ : 1,67,52,951

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યોના મંત્રીમંડળની રચના, 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીએ લીધા શપથ

Published On - 4:12 pm, Thu, 16 September 21

Next Article