Bhavnagar: ગરીબ દર્દીઓ માટે વહિવટી તંત્ર આવ્યું આગળ, રેમડેસિવીર ઈન્જેક્શનનાં ભાવમાં કર્યો મોટો ઘટાડો

|

Mar 31, 2021 | 9:42 AM

ભાવનગરમાં (Bhavnagar) કૂદકેને ભૂસકે સંક્રમણ વધી રહ્યું છે. દર 24 કલાકે શહેર જિલ્લામાં નવા કેસોનો ઉમેરો થઇ રહ્યો છે. ત્યારે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રએ સંક્રમણને રોકવા માટે બે મોરચે મહેનત શરૂ કરી છે.

ભાવનગરમાં (Bhavnagar) કૂદકેને ભૂસકે સંક્રમણ વધી રહ્યું છે. દર 24 કલાકે શહેર જિલ્લામાં નવા કેસોનો ઉમેરો થઇ રહ્યો છે. ત્યારે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રએ સંક્રમણને રોકવા માટે બે મોરચે મહેનત શરૂ કરી છે. જેમાં શહેર જિલ્લામાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી વધુ અસરકારક બનાવામાં આવી છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં ટેસ્ટિંગ સાથે રસીકરણ અભિયાનને વધુ તેજ કરવામાં આવ્યું છે. જિલ્લા વિકાસ અધિકારીએ યોજેલી બેઠકમાં સંક્રમણને રોકવા અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જમીનીસ્તરની કામગીરી માટે સૂચનાઓ આપી છે.

તો ગરીબ દર્દીઓ રેમડેસિવીર ઇન્જેકશન દ્વારા કોરોના સામે રક્ષણ મેળવી શકે તે માટે ઇન્જેકશનની રકમમાં ઘટાડીને 1,680 કરાઇ છે. મહત્વપૂર્ણ છે કે પાછલા 24 કલાકમાં 48 નવા કેસ નોંધાયા છે. તો દર્દીઓ સાજા થવાનો દર 4.17 ટકા ઘટીને 94.28 ટકા થયો છે.

માર્ચ માસના ચોથા સપ્તાહમાં ભાવનગરમાં કુલ 246 કેસ નોંધાયા છે. જે ગયા સપ્તાહમાં 180 કેસની તુલનામાં 36.67 ટકા વધુ છે. મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણી બાદ ગોહિલવાડ પંથકમાં કોરોનાનો સકંજો દિનપ્રતિદિન વધુ વિસ્તરતો હતો જે હવે બેકાબુ બનતો જાય છે. ત્યારે સ્વ સાવચેતી સૌથી જરૂરી છે અને ગ્રામ્ય વિસ્તારમાં રસી લેનાર ની સંખ્યા બહુ ઓછી સામે આવી રહી છે જે આવનારા દિવસોમાં બહુ મોટો ચિંતાનો વિષય છે.

આ માર્ચમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ દિનપ્રતિદિન વધતી જતા 28 દિવસમાં એકટિવ કેસની સંખ્યા વધીને 318 ના આંકને આંબી ગઈ છે. એટલે કે માત્ર ચાર જ સપ્તાહમાં કેસની સંખ્યામાં 11 ગણો આસમાની વધારો થયો છે. રિકવરી રેટની વાત જો કરવામાં આવે તો આ માસમાં કોરોના કેસમાં વધારો થતો જાય છે અને તેની તુલનામાં કોરોના માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતો હોય ભાવનગર જિલ્લામાં કોરોનાના રિકવરી નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શહેર અને જિલ્લામાં તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોઈ પણ સંજોગોએ કોરોનાના કેસને અટકાવવા તમામ પ્રયત્નો કર્યા છે. શહેરમાં લોકો રસીકરણ માટે ધીરે ધીરે સામેથી આવી રહ્યા છે પરંતુ ગામડાઓમાં ભયને લઈને કે અન્ય કોઈ કારણોને લઈને રસી લેનારાની સંખ્યા બહુ ઓછી જોવા મળી રહી છે. ત્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લોકોને અપીલ અપીલ કરવામાં આવી છે કે ગામડાઓમાં લોકો પોતે રસીલે અને કોરોના સામે સલામત થાય.

Next Video