Bhavnagar: તાઉ તે વાવાઝોડાનાં પગલે ભાવનગરના બ્લેક બક નેશનલ પાર્કમાં 21 કાળિયારના મોત, 50ને બચાવી લેવાયા

|

May 24, 2021 | 9:44 AM

Bhavnagar: તાઉ તે (Tauktae Cyclone) વાવાઝોડાના કારણે ભાવનગરના બ્લેક બક (BlackBuck) નેશનલ પાર્કમાં 21 કાળિયારના મોત થયા હોવાની વિગતો સામે આવી છે.

Bhavnagar: તાઉ તે (Tauktae Cyclone) વાવાઝોડાનાં પગલે ગુજરાતમાં વેરાયેલા વિનાશની નિશાનીઓ રહી રહીને બહાર આવી રહી છે. ખેડુતોને થયેલા અપાર નુક્શાનીનો આંકડાની વિગતો મેળવવામાં આવી રહી છે. ‘તાઉ તે’ વાવાઝોડાના કારણે ભાવનગરના બ્લેક બક (BlackBuck) નેશનલ પાર્કમાં 21 કાળિયારના મોત થયા હોવાની વિગતો સામે આવી છે.

વાવાઝોડાનાં કપરા સમયમાં 50થી વધુ કાળિયારનું અલગ-અલગ જગ્યાએથી બચાવકાર્ય કરવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં કાળિયારો મૃત્યુ પામ્યા હોય કે જખમી થયા હોય તેવી ઘટના સામે આવી હતી. રેસ્ક્યુ કરાયેલા કાળિયારોને અલગ અલગ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યા છે. હાલ નેશનલ પાર્ક ખાતે 6 હજારથી વધુ કાળિયાર વસવાટ કરે છે.

જણાવવું રહ્યું કે ‘તાઉ તે’ વાવાઝોડાથી 12 જિલ્લામાં 79 લોકોના મોત થયા હતા કે જે 1998ની કંડલા તબાહી બાદ પ્રથમ વખત ભારે નુકસાન પહોચ્યાની વિગતો છે. વાવાઝોડાના કારણે અરબી સમુદ્રમાં ફસાયેલા જહાજમાં 22 લોકોના મોત થયા હતા.

અમરેલી જિલ્લામાં સૌથી વધુ 45 લોકોના મોત, અનેક હજુ લાપતા છે કે જેમના  પરિવારજનોને કેન્દ્ર સરકારની 2 લાખની સહાય કરવામાં આવી છે. રાજ્યમાં અંદાજે 3 હજાર કરોડનું નુકસાન બતાવવામાં આવી રહ્યું છે તો 4 જિલ્લામાં જ 1100 કરોડની નુકસાની થઈ હોવાના અહેવાલ પણ છે.

Next Video