
Bharuch : ભરૂચ નગરપાલિકા(Nagar Palika)એ આવતીકાલ 30 ઓગસ્ટ 2023 ના રોજ ઉજવણી થનાર રક્ષાબંધન(Raksha Bandhan 2023) માટે એક અગત્યની જાહેરાત કરી છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ બહેનો માટે એક દિવસ સીટી બસની મુસાફરી નિઃશુલ્ક(free bus rides) જાહેર કરી છે.
રક્ષાબંધને નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસમાં મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે. રક્ષાબંધન નિમિત્તે મહિલાઓએ મફત મુસાફરી કરશે. ભરૂચ સિટી બસ સેવા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી.આ બાદથી દરવર્ષે રક્ષાબંધન નિમિતે તંત્ર બહેનોને વિશેષ સુવિધા પુરી પાડે છે.
ભરૂચના શહેરીજનોને સીટી બસ સસ્તી અને સુવિધાજનક સેવા પુરી પાડે છે. રક્ષાબંધન પર્વે ભરૂચ નગરપાલિકા દ્રારા ભરૂચ સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપી છે. આવતીકાલે બુધવારે 30 ઓગસ્ટ 2023 ના રોજ રક્ષાબંધનની ભેટ આપવા માટે આજે પાલિકા અને સિટી બસના સંચાલકોએ રક્ષાબંધનના તહેવારે બહેનો માટે એક દિવસ માટે બસમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે.
શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ શરૂ થતાં લોકોને અવર-જ્વરમાં ખુબ અનુકૂળતા પડી રહી છે. રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે સિટી બસમાં મહિલાઓની મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવતા મહિલાઓમાં પણ ખુશી ની લાગણી જોવા મળી હતી
રક્ષાબંધનની તહેવાર દરમ્યાન મોટી સંખ્યામાં બહેનો ભાઈને રાખડી બાંધવા ભાઈના ઘરે જાય છે. આ બહેનોનો ભાઈના ઘર સુધીનો મુસાફરી ખર્ચ બચાવવા પાલિકાએ બહેનોને શહેરના તમામ રુટ ઉપર મહિલાઓ માટે મફત મુસાફરીની ઘોષણા કરી છે.
ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણીવાર એવું સાંભળવા મળે છે કે દૂરના અંતરે રહેતા ન હોવા છતાં ભાઈના ઘરે જવાના ખર્ચના કારણે બહેન રાખડી જાતે બાંધવા જવાનું ટાળી દેતી હોય છે. આ સમસ્યા તહેવાર ના ઉત્સાહને ફિક્કો ન પાડે તે માટે ભરૂચ નગરપાલિકાએ રક્ષાઅબંધન માટે પ્રથા પાડી છે જે સતત ત્રીજા વર્ષે પણ આગળ ધપાવાઈ રહી છે. રક્ષાબંધનના પર્વએ બહેનોએ મુસાફરી માટે ટિકિટ લેવાની રહેશે નહીં.
Published On - 7:11 am, Tue, 29 August 23