ગુરુ પૂર્ણિમા પર ભરૂચની આ શાળામાં ગુરુ એ વિદ્યાર્થીઓને આપી એ ભેટ કે જેનું ઋણ ઉતારવું મુશ્કેલ.. આ છે એ ખરા શિક્ષાવિદ કે જે સામાન્ય નથી

|

Jul 13, 2022 | 8:28 PM

શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધાએ જણાવ્યું હતું કે ચોમાસા દરમ્યાન બાળકોની સમસ્યા હલ ન કરાય તો તેમનો બીમાર પાડવાનો ભય હતો. આ ઉપરાંત અસુવિધાઓના કારણે બાળકો અભ્યાસમાં રુચિ ન ગુમાવે તે અમારી પણ ફરજ છે.

ગુરુ પૂર્ણિમા પર ભરૂચની આ શાળામાં ગુરુ એ વિદ્યાર્થીઓને આપી એ ભેટ કે જેનું ઋણ ઉતારવું મુશ્કેલ.. આ છે એ ખરા શિક્ષાવિદ કે જે સામાન્ય નથી
Teachers repaired the school roof

Follow us on

આજે ગુરુ પૂર્ણિમા(Guru Purnima) છે. આજનો પર્વ ગુરુ અને શિષ્ય બંને માટે મહત્વનો માનવામાં આવે છે.શિષ્ય અચૂક તેમના ગુરુને નમન કરે છે. ભરૂચમાં આજે સરકારી શાળાના ગુરુજનોએ શિષ્યોને એવી ભેટ આપી હતી કે જેના વિશે જાણી તમને આ ગુરુ માટે ગર્વની લાગણી થશે. ભારે વરસાદની આગાહી વચ્ચે શાળામાં રજા દરમ્યાન નિરાંત અનુભવવાના સ્થાને ભરૂચની બી એચ મોદી વિધામંદિરના આચાર્ય સહીત 4 શિક્ષકોએ ટપકતી છતનું સમારકામ જાતે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારે વરસાદ દરમ્યાન ૪ દાયકા જુના શાળાના બિલ્ડિંગમાં ટપકતા વરસાદી પાણીએ બાળકો માટે મુશ્કેલી ઉભી કરી હતી જે ગુરુજનોએ દૂર કરી હતી.

આજે દેશભરમાં  ગુરુપૂર્ણિમાના પર્વની ઉજવણી કરાઈ

હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર મહર્ષિ વેદ વ્યાસનો જન્મ અષાઢ મહિનાની પૂર્ણિમા પર થયો હતો તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ઋતુ પરિવર્તન પણ આ દિવસથી થાય છે. આ દિવસે શિષ્યો તેમના ગુરુની વિશેષ પૂજા કરે છે. લોકો પોતાના ગુરુને યથાશક્તિ દક્ષિણા, ફૂલ, વસ્ત્ર વગેરે અર્પણ કરે છે. ભરૂચની બી એચ મોદી વિધામંદિરના ગુરુજનોએ આજે વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાની ભેટ આપી હતી.

ભરૂચની બી એચ મોદી વિધામંદિરનું બિલ્ડીંગ ૪ દાયકા જૂનું છે. શાળામાં માત્ર શ્રમજીવી પરિવારના બાળકો અભ્યાસ કરે છે. બાળકો માટે વાલીઓને ખાસ દરકાર ન હોવાથી અહીંનું પરિણામ સતત નબળું રહ્યું છે. આ કારણોસર શાળાના મકાનના રીનોવેશન સહિતના લાભ આપવામાં સરકાર પણ ખાસ રસ લેતી નથી. આ સ્થિતિમાં પણ 70 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ચાર દાયકા જુના શાળાના મકાનની છત ટપકે છે

તાજેતરના ભારે વરસાદ દરમ્યાન શાળાની છતે બાળકોને વરસાદમાં ન હોવા બરાબર વરસાદથી રક્ષણ આપ્યું હતું. બાળકોની આ સ્થિતિથી શાળાના શિક્ષકો ખુબ દુઃખી થયા હતા. આ વચ્ચે જિલ્લા કલેકટર બે દિવસ શાળાઓમાં રજા જાહેર કરતા સમયનો ભરૂચની બી એચ મોદી વિધામંદિરના શિક્ષાઓએ સદુપયોગ કર્યો હતો. શિક્ષકોએ પૈસા એકઠા કરી સિમેન્ટ , બ્રશ અને વોટરપ્રુફિંગની સામગ્રી ખરીદી શાલની છત અને નળિયાઓ ઉપર કોટિંગના કામમાં લાગી પડ્યા હતા. શાળાના આકાહરી હરેન્દ્રસિંહ સિંધા સાથે જયેશભાઇ ગામીત , કાજલબેન ટાડા અને રૂપલબેને જાત મહેનત શરૂ કરી બાળકોની સમસ્યા હલ કરવા પ્રયત્ન હાથ ધર્યા હતા.

ગુરુજનોની શિષ્યોને  ભેટ

શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધાએ જણાવ્યું હતું કે ચોમાસા દરમ્યાન બાળકોની સમસ્યા હલ ન કરાય તો તેમનો બીમાર પાડવાનો ભય હતો. આ ઉપરાંત અસુવિધાઓના કારણે બાળકો અભ્યાસમાં રુચિ ન ગુમાવે તે અમારી પણ ફરજ છે. આજે સમય મળતા તમામ ગુરુજનોએ સમારકામ કરી શિષ્યોને ગુરુપૂર્ણિમાની ભેટ આપી છે.

 

Published On - 8:28 pm, Wed, 13 July 22

Next Article