ભરૂચ : એસઓજીએ ગાંજાનું ખેતર ઝડપી પાડી એક વ્યક્તિની ધરપકડ કરી

ભરૂચ : નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને લીલા ગાંજાના છોડ સાથે ભરૂચ એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર આનંદ ચૌધરીની ટીમે રણજીતસિંહ જેસંગબાવા રાજ રહેવાસી  નવી નગરી રાજપારડી રોડ, નેત્રંગની ધરપકડ કરી છે.

ભરૂચ : એસઓજીએ ગાંજાનું ખેતર ઝડપી પાડી એક વ્યક્તિની ધરપકડ કરી
| Updated on: Dec 06, 2023 | 11:33 AM

ભરૂચ : નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને લીલા ગાંજાના છોડ સાથે ભરૂચ એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર આનંદ ચૌધરીની ટીમે રણજીતસિંહ જેસંગબાવા રાજ રહેવાસી  નવી નગરી રાજપારડી રોડ, નેત્રંગની ધરપકડ કરી છે.

ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના વળે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા સાથે  આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક  સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ. એ.એ.ચૌધરી તથા પો.ઈન્સ. એમ.વી.તડવીએ પોતાની ટીમ એક્ટિવ કરી હતી.

અધિકારીઓના આધારે તપાસ શરુ કરનાર હે.કો.ભાવસીંગભાઈ નગીનભાઈનાઓને મળેલ બાતમી આધારે રેડ કરતા આરોપી રણજીતસિંહ જેસંગબાવા રાજ પોતાના  ઘરની પાછળ વાડામાં વનસ્પિતજન્ય લીલા ગાંજાના છોડની ખેતી મળી આવતા આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એકટ મુજબ નેત્રંગ પો.સ્ટે. માં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ કામની આગળની વધુ તપાસ પો.ઈન્સ.વાલીયા પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ છે.

ગુનામાં ઝડપાયેલ આરોપી અને મુદ્દામાલની વિગત

  • રણજીતસિંહ જેસંગબાવા રાજ રહે. નવી નગરી રાજપારડી રોડ, નેત્રંગ તા.નેત્રંગ, જિ.ભરૂચ
  • વનસ્પતિજન્ય ગાંજાના છોડ જેનુ કુલ વજન-૧૧.૩૦૩ કિ.ગ્રા. અને કિંમત રૂપિયા 1.13 લાખ કબ્જે કરવામાં આવ્યા છે

ભારતમાં કેનાબીસ પર સંપૂર્ણ પ્રતિબંધ છે તેમ છતાં  કેટલાક લોકો તેનો વેપાર કરે છે અને ગુપ્ત રીતે તેનું સેવન કરે છે. વાસ્તવમાં આપણા દેશમાં છેલ્લા હજારો વર્ષોથી ગાંજાનું સેવનનું વ્યસન કરવામાં આવે છે. 1985 સુધી ગાંજા પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન હતો પરંતુ રાજીવ ગાંધીની સરકારે 1985માં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એટલેકે NDPS એક્ટ લગાવ્યો હતો.

આ કાયદા હેઠળ ગાંજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગાંજા વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. મારિજુઆનાના ગેરફાયદા દર્શાવનારાઓની સાથે તેના ફાયદાઓ દર્શાવનારા લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે. આ સાથે દેશમાં છેલ્લા ઘણા સમયથી ગાંજા પર લાગેલા પ્રતિબંધને હટાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે.

ગુનાને ઝડપી પાડનાર ટીમ

ઉપરોક્ત કામગીરી પો.ઈન્સ.એ.એ.ચૌધરી તથા પો.ઈન્સ.એમ.વી.તડવી તથા પો.સ.ઈ. આર.એલ.ખટાણા તથા પો.સ.ઇ. આર.એસ.ચાવડા તથા અ.હે.કો. ભાવસીંગભાઈ નગીનભાઈ તથા અ.હે.કો. શૈલેષભાઈ ઈશ્વરભાઈ તથા અ.હે.કો. અમરસિંહ ગોવિંદભાઈ તથા હે.કો. નિમેષભાઈ જયંતિભાઈ તથા તથા હે.કો.ગીરીશભાઈ જેઠાભાઈ તથા હે.કો.વિનોદભાઈ રણછોડભાઈ તથા પો.કો.મોહંમદ ગુફરાન મોહમદ આરીફ તથા ડ્રા.એ.એઅ.આઈ રાકેશભાઇ નાગજીભાઇ તેમજ એસ.ઓ.જી. ભરૂચ નાઓએ ટીમવર્કથી કરેલ છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો