
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ભરૂચના નંદેલાવ વિસ્તારમાં ધમધમતી જુગારની કલબ પર રેડ કરી 6 જુગારીયાઓને રંગેહાથ ઝડપી પાડી 2.37 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસે રોકડ રકમ ઉપરાંત ઘટનાસ્થળેથી 3 વાહનો પણ કબ્જે કર્યા છે.
મહાનિરીક્ષક સંદિપસિંહ સાહેબ – વડોદરા વિભાગ દ્વારા ગે.કા. પ્રવૃત્તી સાથે સંકળાયેલ ઇસમો ઉપર અંકુશ લાવવા તેમજ દારૂના નશાની બદીને રોકવાના હેતુસર ખાસ ઝુંબેશ શરૂ કરાવી છે.જુગારની પ્રવૃત્તીને નેસ્ત-નાબુદ કરવા માટે પ્રોહીબિશન અને જુગારની ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાબતે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ સુચના આધારે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી ગેરકાયદેસરની પ્રવૃતી અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ ઇન્ચા.નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.ગાંગુલીના માર્ગદર્શનના આધારે ભરુચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે. ની ટીમે જુગારના કેસ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
એ ડિવિઝન પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમને બાતમી મળેલ કે “ભરૂચના નંદેલાવ વિસ્તારની જલારામ હોસ્પિટલ પાછળ આવેલ હરીઓમ નગર સોસાયટીના રહેણાંકના મકાનમાં ગેરકાયેસર પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા હોય” તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે હરીઓમ નગર સોસાયટીના મકાન નંબર સી-૨૭ ખાતેથી સફળ રેઇડ કરી 06 આરોપીઓને કુલ રૂપિયા 2.37 લાખ ના રોકડ તથા અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા આવેલ છે.
પોલીસે દરોડા દરમિયાન અંગ ઝડતીના તથા દાવ પરના રોકડા રૂપીયા 57940, 6 મોબાઇલ ફોન , 3 મોટર સાઇકલ અને મોપેડ મળી કુલ રૂપિયા 2.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જુગારના કેસને ઝડપી પાડવા માટે પોલીસ ઇન્સ્પેકટર સાથે પો.સ.ઇ. એસ.બી.સરવૈયા, હે.કો.કાનાભાઇ, પો.કો. સરફરાજભાઇ, મહીપાલસિંહ, શક્તિસિંહ, અજયસિંહ, પંકજભાઇઅને સમીરભાઇએ જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો : ભરૂચ : વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસ્યો,જુઓ વિડીયો
Published On - 6:26 am, Mon, 4 December 23