ભરૂચ : ભગવાનના ફોટાવાળા ફટાકડાનું વેચાણ અટકાવવા હિન્દૂ સંગઠનની માંગ, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

|

Nov 07, 2023 | 2:56 PM

દિવાળી વેચાણ થતા ફટાકડા પર હિન્દૂ દેવી દેવતા ના ફોટો વાળા ફટાકડા ના વેચાણ પર પ્રતિબંધ મુકવા બાબતે એકતા એ જ લક્ષ્ય સંગઠનના સભ્યો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંસ્થાના દિપાલી બારોટ,ભગીરથ સિંહ રાઠોડ,વિકાસ મહેતા સહિતના સભ્યોએ તંત્રને આ રજુઆત ગંભીરતાથી લેવા વિનંતી કરી હતી.

ભરૂચ : ભગવાનના ફોટાવાળા ફટાકડાનું વેચાણ અટકાવવા હિન્દૂ સંગઠનની માંગ, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Follow us on

દિવાળી વેચાણ થતા ફટાકડા પર હિન્દૂ દેવી દેવતા ના ફોટો વાળા ફટાકડા ના વેચાણ પર પ્રતિબંધ મુકવા બાબતે એકતા એ જ લક્ષ્ય સંગઠનના સભ્યો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંસ્થાના દિપાલી બારોટ,ભગીરથ સિંહ રાઠોડ,વિકાસ મહેતા સહિતના સભ્યોએ તંત્રને આ રજુઆત ગંભીરતાથી લેવા વિનંતી કરી હતી.

હાલ દિવાળી એટલે કે હિંદુઓનો સોથી મોટો તહેવાર આવી રહ્યો છે. આ તહેવારને હિંદુ સમાજ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવે છે અને સનાતન સંસ્કૃતિમાં આ મહાપર્વનું ખૂબ મહત્વ અપાયું છે. દિવાળી ના તહેવારને પ્રકાશનો પર્વ પણ કહેવામાં આવે છે. આ સમયે ફટાકડા ફોડવામાં આવતા હોય છે. ઘણા સમયથી દેવી દેવતાઓના ફોટો વાળા ફટાકડા માર્કેટમાં વેચાય છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ફટાકડા પર લક્ષ્મી માતાજી, હનુમાનજી મહારાજ, ભગવાન કૃષ્ણના ફોટો લગયાડવાનો એકતા એ જ લક્ષ્ય સંગઠન વિરોધ કરી રહ્યું છે. સંસ્થા અનુસાર જ્યારે ફટાકડા ફૂટે છે ત્યારે ભગવાનના ફોટોની અપમાજનક સ્થિતિ જોવા મળતી હોય છે. આબાદ રસ્તા ઉપર પડેલા ફોટો લોકોના પગે આવે છે.

આ કારણે એકતા એજ લક્ષય સગંઠન ના સભ્યો દ્વારા સામાજિક જાગ્રુતિ માટે ઘણા વર્ષો થી સતત હિંદુઓને જગાડી રહ્યા છીએ સાથે સાથે આવેદન આપીને જે દુકાનદારો પાસેથી આવા ફટાકડા નું વેચાણ બંધ થાય એવા પ્રયત્નો કરી રહયા છે. આમ છતાં આવા ફટાકડાઓનું વેચાણ બંધ થતું નથી જેથી આવેદનપત્ર પાઠવી રજુઆત કરી માંગ કરી હતી કે આવા ફટાકડા ના વિક્રેતા પર કાર્યવાહી કરી કાયદાની કલમ મુજબ ગુન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરાઈ હતી. એકતા એજ લક્ષ્ય સંગઠનના સભ્યોએ માર્કેટમાં આ ફટાકડા ન વેચાય તે માટે જાતે પણ મેદાનમાં ઉતરવાની તૈયારી બતાવી હતી.

દેવી-દેવતાઓના ફોટા સાથે બજારમાં ઉપલબ્ધ ફટાકડાને વેચનાર કાયર્વાહીથી વેચતા જુનો સ્ટોક ગણાવે છે. બજારમાં દિવાળીની ધીમે ધીમે માર્કેટમાં ગતિવિધિ વધી રહી છે. હાલમાં દુકાનોમાં રાખવામાં આવેલા ફટાકડાઓમાં દેવતાઓ સાથેના ફટાકડા પણ હોય છે જેની સામે વિરોધનો સુર ઉઠી રહ્યો છે.

આ પણ વાંચો : પાટણમાં લોકોના આક્રોશે નેતાજીને ઠંડીમાં પરસેવો છોડાવી દીધો, ગ્રામસભા છોડીને MLAએ ભાગવુ પડ્યુ

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article