ભરૂચ : વહેલી સવારે ગાઢ ધુમ્મ્સ છવાયું, વિઝિબ્લિટીમાં ઘટાડો થવાથી દક્ષિણ ગુજરાત આવતો-જતો વાહનવ્યવહાર પ્રભાવિત, જુઓ વીડિયો

ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમા ધુમ્મ્સ છવાયું છે . શહેરમાં ધુમ્મ્સની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ગુલાબી ઠંડક વચ્ચે વાતાવરણમાં છવાયેલા ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો પણ થયો છે.

ભરૂચ : વહેલી સવારે ગાઢ ધુમ્મ્સ છવાયું, વિઝિબ્લિટીમાં ઘટાડો થવાથી દક્ષિણ ગુજરાત આવતો-જતો વાહનવ્યવહાર પ્રભાવિત, જુઓ વીડિયો
| Updated on: Nov 28, 2023 | 7:41 AM

ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમા ધુમ્મ્સ છવાયું છે . શહેરમાં ધુમ્મ્સની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. ગુલાબી ઠંડક વચ્ચે વાતાવરણમાં છવાયેલા ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો પણ થયો છે. ઔદ્યોગિક વસાહતો અને દહેજ પોર્ટના કારણે વ્યસ્ત અહીંના હાઇવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.

ભરૂચમાં એક તરફ ધુમ્મ્સના કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા તો સાથે કેટલીક સમસ્યાઓ પણ નજરે પડી હતી. વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 અને દહેજ- ભરૂચ હાઇવે ઉપ્પર વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો. સદનશીબે વિઝિબ્લિટી ઘટવાના કારણે જિલ્લામાં માર્ગ અકસ્માતની કોઈ ઘટના સામે આવી નથી.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:37 am, Tue, 28 November 23