ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખાતરની અછતને લઇ સાંસદ મનસુખ વસાવા એક્શનમાં,કેન્દ્રીય રસાયણ પ્રધાનને પત્ર લખ્યો, કહ્યું ખેડુતોને કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવું પડે છે

|

Aug 01, 2020 | 6:16 AM

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખાતરની અછતને લઇ સાંસદ મનસુખ વસાવા એક્શનમાં આવ્યા છે અને કેન્દ્રીય રસાયણ પ્રધાનને પત્ર પણ લખ્યો છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, આ બે જિલ્લામાં ખાતરની અછત છે જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. ખેડૂતોએ ખાતર માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવે છે. તેમાં પણ ખાસ […]

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખાતરની અછતને લઇ સાંસદ મનસુખ વસાવા એક્શનમાં,કેન્દ્રીય રસાયણ પ્રધાનને પત્ર લખ્યો, કહ્યું ખેડુતોને કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવું પડે છે
http://tv9gujarati.in/bharuch-ane-narm…-ne-lakhyo-patra/

Follow us on

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખાતરની અછતને લઇ સાંસદ મનસુખ વસાવા એક્શનમાં આવ્યા છે અને કેન્દ્રીય રસાયણ પ્રધાનને પત્ર પણ લખ્યો છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, આ બે જિલ્લામાં ખાતરની અછત છે જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. ખેડૂતોએ ખાતર માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવે છે. તેમાં પણ ખાસ કરીને યુરિયા ખાતર તો મળી જ નથી રહ્યુ. આ અંગેની અનેકવાર ફરિયાદો પણ મળી આવી છે. તેથી મનસુખ વસાવાએ કેન્દ્રીય રસાયણ પ્રધાનને પત્ર લખીને માગ કરી છે કે, ખેડૂતોની સમસ્યા દૂર કરવા માટે યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે.

ભરૂચ જિલ્લામાં તો ખાસ ખેડૂતોને ખાતર ન મળતા હાલાકી થઇ રહી છે. ખાતર ડેપો ઉપર યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ન ફાળવાતા ખાતર માટે મંડળીઓ ઉપર ખેડૂતોની લાંબી કતાર થઇ જાય છે. કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં પણ ઘણીવાર તો ખાતર મળતું નથી. 6૦થી ૭૦ ટકા બિનપિયત ખેતી ખેતીલાયક વરસાદથી સારી થવાની આશા છે પરંતુ છોડ માટે જરૂરી પોષણ એવું ખાતર ન મળવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે.. એટલું જ નહિં જરૂરી પોષણ નહીં મળે તો પાકને નુકસાન થશે તેવું નિષ્ણાતો કહી રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article