ભાજપનાં વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમમાં ઈંડા ફેંકવાની ઘટના, ક્રાઈમ બ્રાંચે 2 લોકોની કરી ધરપકડ

સુરત ખાતે યોજાયેલા ભાજપનાં વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમમાં હોબાળો પણ મચ્યો હતો. કાર્યક્રમમાં અજાણ્યા લોકોએ ઈંડાઓ ફેંક્યા હતાં. કાર્યક્રમના અંત વખતે ત્રણ-ચાર જેટલા ઇંડાઓ ફેંકીને કંમ્પાઉન્ડ બહારથી કેટલાંક તત્ત્વો ભાગી જતાં હોબાળો મચી ગયો હતો. આ હરકત કોણે કરી છે તે અંગે તપાસ કરવા પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી સીસીટીવી કેમેરામાં તપાસ હાથ […]

ભાજપનાં વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમમાં ઈંડા ફેંકવાની ઘટના, ક્રાઈમ બ્રાંચે 2 લોકોની કરી ધરપકડ
| Updated on: Oct 20, 2020 | 11:39 AM

સુરત ખાતે યોજાયેલા ભાજપનાં વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમમાં હોબાળો પણ મચ્યો હતો. કાર્યક્રમમાં અજાણ્યા લોકોએ ઈંડાઓ ફેંક્યા હતાં. કાર્યક્રમના અંત વખતે ત્રણ-ચાર જેટલા ઇંડાઓ ફેંકીને કંમ્પાઉન્ડ બહારથી કેટલાંક તત્ત્વો ભાગી જતાં હોબાળો મચી ગયો હતો. આ હરકત કોણે કરી છે તે અંગે તપાસ કરવા પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી સીસીટીવી કેમેરામાં તપાસ હાથ ધરી હતી જે બાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ગૌરવ નારાયણ કાકડીયા અને પ્રિયમ વીનું વિરાણીની કરી ધરપકડ કરી લેવામાં આવી હતી.