જો જો, 1 મહિના સુધી અમદાવાદના આ રોડ પર જાઓ તો ટ્રાફિકમાં ફસાવાની તૈયારી રાખજો, તંત્રએ આ રોડ પર ચાલુ કર્યું છે ખોદકામ

|

Feb 06, 2019 | 6:38 AM

આજકાલ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. અને એવામાં જો કોઈ વિસ્તારમાં કે રોડ પર બ્રિજનું કામ કે કોઈ પાઈપલાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હોય તો તો પતી જ ગયું. અમદાવાદના અતિ વ્યસ્ત રોડમાંના એક ગણાતા શિવરંજનીથી નહેરૂનગર રોડ પર જો તમારે અવર જવર કરવાનું વારંવાર બનતું હોય કે […]

જો જો, 1 મહિના સુધી અમદાવાદના આ રોડ પર જાઓ તો ટ્રાફિકમાં ફસાવાની તૈયારી રાખજો, તંત્રએ આ રોડ પર ચાલુ કર્યું છે ખોદકામ

Follow us on

આજકાલ અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. અને એવામાં જો કોઈ વિસ્તારમાં કે રોડ પર બ્રિજનું કામ કે કોઈ પાઈપલાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હોય તો તો પતી જ ગયું.

અમદાવાદના અતિ વ્યસ્ત રોડમાંના એક ગણાતા શિવરંજનીથી નહેરૂનગર રોડ પર જો તમારે અવર જવર કરવાનું વારંવાર બનતું હોય કે પછી તમારી ઓફિસનો રસ્તો જ અહીંથી પસાર થતો હોય તો આગામી 1 મહિના માટે કોઈ અન્ય વિકલ્પ શોધીરાખજો.

કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવારે આ રોડ પર એક ખાડો ખોદ્યો છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ સર્જાય છે. એટલે સુધી કે આસપાસના રહીશો અને દુકાનદારોને પણ મુશ્કેલી પડી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શિવરંજની ઝાંસીની રાણીના પૂતળા પાસે પણ ખાડાની સમસ્યા સર્જાશે. આશરે એક મહિના સુધી કોર્પોરેશનની આ કામગીરી ચાલશે. જોકે અધિકારીઓ દ્વારા એ ધરપત અપાઈ છે કે નહેરૂનગર ખાતે કામ રાતના સમયે કરવામાં આવશે.

TV9 Gujarati

 

નહેરૂનગર ખોદાયેલો ખાડો ઝાંસીની રાણીના પૂતળા સુધી ખોદાશે. કોર્પોરેશન અધિકારી સાથે વાત કરતા માલૂમ પડ્યું કે વરસાદી પાણીના નિકાલ માટે ગટરલાઈન નાંખવાનું કામ નહેરૂનગરથી બીમા નગર સુધીના 800 મીટરના પટ્ટા પર થશે. જે પૂર્ણ થતાં આશરે એકાદ મહિનાનો સમય લાગશે.

ઉલ્લેખનીય છે કે રોડનો આ ભાગ સાંકડો હોવાથી અહીં ટ્રાફિકની વધુ મુશ્કેલી ઉભી થાય. પરંતુ આ વિસ્તારમાં મોટા ભાગનું કામ રાતના સમયે કરવામાં આવશે જેથી રાહદારીઓને ઓછામાં ઓછી તકલીફ થાય.

પણ કહેવાય છે ને કે, ચેતતો નર સદા સુખી. તેવામાં જો આગામી 1 મહિના માટે તમે પણ આ રોડ પર જવા કરતા કોઈ અન્ય વિકલ્પ પસંદ કરી ત્યાંથી અવર જવર કરો તો ટ્રાફિકમાં ફસાવાની સમસ્યામાંથી તમે બચી શકો છો.

[yop_poll id=1131]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article