“બાપુ”ની સુરત સાથેની યાદગીરી સમેટાઈ એક પુસ્તકમાં, મેયરના હસ્તે કરાયું વિમોચન

|

Oct 02, 2020 | 2:36 PM

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવનકાળ દરમ્યાન સુરત શહેરના 35 સ્થળો પર 40 વખત મુલાકાત લીધી હતી. જેમાં તેમણે મિટિંગ, સભાઓ, ભોજન, રાત્રીનિવાસ કર્યો હતો. આ તીર્થ સમાં સ્થળોના ઇતિહાસની પેઢી દર પેઢી જાળવણી થાય તે માટે સુરતના નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના બે શિક્ષકોએ “સૂર્યપુરની ગાંધી સ્મરણયાત્રા” નામનું પુસ્તક તૈયાર કર્યું છે. આજે શહેરના પ્રથમ નાગરિક મેયર […]

બાપુની સુરત સાથેની યાદગીરી સમેટાઈ એક પુસ્તકમાં, મેયરના હસ્તે કરાયું વિમોચન

Follow us on

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવનકાળ દરમ્યાન સુરત શહેરના 35 સ્થળો પર 40 વખત મુલાકાત લીધી હતી. જેમાં તેમણે મિટિંગ, સભાઓ, ભોજન, રાત્રીનિવાસ કર્યો હતો. આ તીર્થ સમાં સ્થળોના ઇતિહાસની પેઢી દર પેઢી જાળવણી થાય તે માટે સુરતના નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના બે શિક્ષકોએ “સૂર્યપુરની ગાંધી સ્મરણયાત્રા” નામનું પુસ્તક તૈયાર કર્યું છે.

આજે શહેરના પ્રથમ નાગરિક મેયર જગદીશ પટેલ, સાંસદ દર્શના જરદોષના હસ્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક શિક્ષણ સમિતિના મુખ્ય શિક્ષક સુરેશ અવૈયા અને અલ્પેશ પટેકે તૈયાર કર્યું છે. આખું પુસ્તક 48 પાનાનું છે. છેલ્લા દોઢ વર્ષની મહેનત બાદ આ પુસ્તક તૈયાર થયું છે. પુસ્તકમાં દરેક મુલાકાત સાથે સ્થળના ફોટોગ્રાફ અને માહિતી પણ મુકવામાં આવી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

2 જાન્યુઆરી, 1916માં તેમણે સુરતમાં આર્યસમાજ મંદિર ખુલ્લું મૂક્યું હતું. સુરતની બે દિવસની મુલાકાત દરમ્યાન તેમણે અનાવિલ આશ્રમમાં ઉતારો કર્યો હતો. આ જ દિવસે તેમણે અશકતા આશ્રમ અને બાલાશ્રમની પણ મુલાકાત કરી હતી.

12 મે, 1937માં ગાંધીજી સુરત સ્ટેશન પર રોકાયા હતા. ત્યારે તેમની બેગ ચોરાઈ ગઈ હતી. શોધખોળ કરવા છતાં પણ તેમની બેગ મળી નહોતી. આ સુરતમાં તેમની છેલ્લી મુલામત હતી.

આ પણ વાંચોઃઅમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેન દિવાળી સુધી હાઉસફુલ, રેલવે વિભાગ દોડાવશે વધારાની વિશેષ ટ્રેન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article