શક્તિપીઠ અંબાજી (Ambaji) ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે લાખો ભક્તો મા અંબાના દર્શન કરવા માટે આવે છે. જેથી ટ્રાફિકની સમસ્યા અંબાજી તરફ આવતા માર્ગો પર મુખ્ય રહે છે. અંબાજીને રાજસ્થાન સાથે જોડતો મુખ્ય રસ્ટો અંબાજી ગામની વચ્ચેથી અને અંબાજી મંદિર (Ambaji Mandir) ની સામેથી પસાર થાય છે તેથી ત્યાં હંમેશા ભારે ટ્રાફિક (Traffic) રહે છે. સરકાર (government ) એ ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે પાંચ કિલોમીટર લાંબા બાયપાસ અને સૈદ્ધાંતિક મંજૂરી (approval) આપતા હવે અંબાજીમાં ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ થશે. તેમજ મંદિરના શક્તિદ્વાર પાસેથી પસાર થતાં ભારે વાહનો બંધ થશે.
શક્તિપીઠ અંબાજીમાં આશીર્વાદ મેળવવા માટે ભકતો મોટી સંખ્યામાં અંબાજી આવતા હોય છે. અંબાજી ગામમાંથી મુખ્ય માર્ગ પસાર થાય છે. જે માર્ગ રાજસ્થાન અને ગુજરાતના જોડતો મુખ્ય માર્ગ છે. અંબાજી શક્તિ દ્વાર પાસેથી જ પસાર થતા આ માર્ગ પર દરરોજ હજારો ભારે માલવાહક વાહનો તેમજ લક્ઝરી બસો પસાર થાય છે. જેના કારણે મંદિરમાં પ્રવેશતા અનેક લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ બાબતને ગંભીરતાથી લઈને સરકારે હદાડ તરફના ખેરોજ થી આબુરોડ તરફ જતા માર્ગ પર 5કિલોમીટર લાંબા બાયપાસ ને સિદ્ધાંતિક મંજૂરી આપી છે. જેના કારણે મંદિરના શક્તિદ્વાર તેમજ અંબાજી ગામમાંથી પસાર થતા ભારે અને માલવાહક વાહનો બંધ થશે.
હડાદ તરફ આવતા ખેરોજ ગામ પાસેથી બાયપાસ શરૂ થશે. જ્યારે અંબાજી મંદિર અને ગામના પાછળના ભાગમાંથી બાયપાસ પસાર થશે. જે સીધો આબુરોડ તરફ જતા માર્ગ પર મળશે. જે માટે સરકારે 124 કરોડ જેટલા નાણાંની ફાળવણી કરી છે. આ બાયપાસ 5.150 કિલોમીટર લાંબો હશે. આ અંગે બનાસકાંઠા માર્ગ મકાન વિભાગના ઇન્ચાર્જ અધિક્ષક કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે માર્ગ મકાન મંત્રી પૂર્ણશે મોદી દ્વારા અંબાજીની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે 5 કિલોમીટર લાંબા બાયપાસને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સંસદ સભ્ય પરબતભાઈ પટેલ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા અંબાજી બાયપાસ મંજૂરી માટે સરકારમાં રજૂઆત થઈ હતી. જેને ધ્યાને લઇ બાયપાસ મંજૂર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Gandhinagar: કલોલમાં ઝાડા ઉલટીના રોગચાળાએ માઝા મૂકી, એક અઠવાડિયામાં 473 કેસ નોંધાયા
Published On - 12:18 pm, Sat, 12 March 22