Banaskantha : મ્યુકરમાઈકોસીસના કેસ શોધવા, કોરોનાથી સાજા થયેલા તમામ દર્દીઓની તપાસ

|

Jun 01, 2021 | 8:36 AM

Banaskantha : બનાસકાંઠા જિલ્લામાંથી પણ મ્યુકરમાઈકોસીસના દર્દીઓ સામે આવતા, જિલ્લા વહીવટીતંત્રે કોરોનાથી સાજા થયેલા તમામે તમામ દર્દીઓનો સર્વે કરાવવાનું નક્કી કર્યુ છે. અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો હાથ ધરાયેલા સર્વેમાં મ્યુકરમાઈકોસીસના દસ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે.

Banaskantha : મ્યુકરમાઈકોસીસના કેસ શોધવા, કોરોનાથી સાજા થયેલા તમામ દર્દીઓની તપાસ
મ્યુકરમાઈકોસીસના દર્દીઓ શોધવા, બનાસકાઠામાં ઘરે ઘરે જઈને કરાઈ રહી છે તપાસ

Follow us on

Banaskantha : ગુજરાતમાં ચિંતાજનક રીતે વધી રહેલા મ્યુકરમાઈકોસીસના દર્દીઓને લઈને બનાસકાંઠાનું વહીવટી તંત્ર ચિતીત થઈ ગયુ છે. બનાસકાંઠા જિલ્લામાંથી પણ મ્યુકરમાઈકોસીસના દર્દીઓ સામે આવતા, જિલ્લા વહીવટીતંત્રે કોરોનાથી સાજા થયેલા તમામે તમામ દર્દીઓનો સર્વે કરાવવાનું નક્કી કર્યુ છે. અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો હાથ ધરાયેલા સર્વેમાં મ્યુકરમાઈકોસીસના દસ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે.
કોરોના મહામારી બાદ  મ્યુકરમાઈકોસીસના કેસ સૌથી મોટી સમસ્યા છે. જેને લઇને હવે બનાસકાંઠા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. જિલ્લાના તમામ તાલુકા મથકોએ આરોગ્યની ટીમો, જે દર્દીઓ કોરોના પોઝિટિવ  થયા બાદ સાજા થઈ ગયા હોય તેમને મ્યુકરમાઈકોસીસના કોઈ પ્રાથમિક લક્ષણો છે કે કેમ તેને લઈ તપાસ હાથ ધરી છે.
આરોગ્યની ટીમ દર્દીઓના ઘરે ઘરે જઈ સર્વે કરી રહી છે. જેના કારણે પ્રથમ  તબક્કામાં જ મ્યુકરમાઈકોસીસના  કેસને ઝડપી શકાય. બનાસકાંઠા જિલ્લામાં સરકારી ચોપડે,  9000 જેટલા કોરોનાના દર્દીઓ નોંધાયા હતો. આ આંકડા મુજબ અત્યાર સુધી 30 થી વધુ મ્યુકરમાઈકોસીસ ના કેસ સામે આવી ચુક્યા છે.
જેથી કોરોના પોઝીટીવ તમામ લોકોના ઘર પર જઈ આરોગ્યની ટીમ તેમને કોઈ દર્દીને મ્યુકરમાઈકોસીસના પ્રાથમિક લક્ષણ છે કે કેમ તેને લઈ તપાસ કરી રહી છે. જેની મોટી સફળતાએ છે કે  તપાસ ટીમ દ્વારા તપાસ કરતા એવા 10 દર્દીઓ મળી આવ્યા. જેને પ્રથમ સ્ટેજમાં મ્યુકરમાઈકોસીસના લક્ષણો હતા. પરંતુ દર્દીઓને તેની ખબર ન હતી. આવા લોકોને સારવાર આપવાનું શરૂ કર્યુ છે.

Next Article