રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ (Khel Mahakumbh) નું રજીસ્ટ્રેશન તા.18-02-2022 થી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવેલ છે.
ખેલ મહાકુંભનો હેતુ સ્પર્ધાના માધ્યમથી રમતગમતનું વાતાવરણ ઉભું થાય, રમતના ખેલાડીઓ રમતક્ષેત્રમાં આગળ આવીને પોતાના ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને ગુજરાતને ગૌરવ અપાવવાની દિશામાં પ્રગતિ કરે તેમજ શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો ઉમદા આશય છે.
આ ખેલ મહાકુંભમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે તે હેતુથી પ્રથમ શાળા/ ગ્રામ્ય કક્ષાએ, ત્યારબાદ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને છેલ્લે રાજ્ય કક્ષાએ વિવિધ ૨૯- રમતોનો ૪(ચાર) વયજુથ અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એઇજ ગૃપ (૧૭ થી ૪૫ વર્ષ સુધી) નો સમાવેશ કરી સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે. ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ઓનલાઇન (Online) રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in છે.
અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ તથા ઓપન એઇજ ગૃપ માં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળાઓમાંથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. કોલેજમાં અભ્યાસ કરતાં ખેલાડીઓ તેમની કોલેજ મારફત રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતાં હોઇ તેવા ખેલાડીઓ પણ પોતાની ગામની સ્કૂલ/હાઇસ્કૂલ માંથી રજીસ્ટ્રેશન કરાવી શકશે.
આ પણ વાંચો : સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલા તળાવમાં ત્રણ બાળકો ડૂબી ગયાં, બેના મૃતદેહ મળ્યા
આ પણ વાંચો : Black Pepper Tea : કાળા મરીની ચા વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે, તેના અન્ય પણ ઘણા છે સ્વાસ્થ્ય લાભો