Banaskantha: કોરોના ગાઇડલાઇન ભંગની વધુ એક ઘટના, જાણીતી ગુજરાતી ગાયિકા દિવ્યા ચૌધરીએ કર્યો નિયમ ભંગ

|

May 31, 2021 | 1:52 PM

જાણીતી ગુજરાતી ગાયિકા દિવ્યા ચૌધરીએ લગ્નપ્રસંગમાં હાજરી આપી. પોતાના સમર્થકોને જોઇને ગેલમાં આવી ગયેલી ગાયિકાએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા.

બનાસકાંઠામાં નેતાજીના નિયમ ભંગ બાદ ગુજરાતી ગાયિકા દિવ્યા ચૌધરીએ પણ નિયમોનો (Rules) દાટ વાળ્યો. જાણીતી ગુજરાતી ગાયિકા દિવ્યા ચૌધરીએ લગ્નપ્રસંગમાં હાજરી આપી. પોતાના સમર્થકોને જોઇને ગેલમાં આવી ગયેલી ગાયિકાએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા. થોડી ક્ષણો બાદ ગાયિકાને પોતાના જીવની ચિંતા થઇ અને મ્હોં પર માસ્ક પહેરી લીધું.

દિવ્યાની આસપાસના લોકો વગર માસ્કે નાચવામાં મસ્ત જોવા મળ્યા. હવે આ પ્રજાને કોણ સમજાવે કે કોરોનાકાળમાં થોડી રાહત મળી છે, કોરોના (Corona) હજુ સંપૂર્ણ નથી ગયો. થોડી રાહત બાદ જો આવી જ બેદરકારી રાખવામાં આવશે તો કોરોના ફરી વકરી શકે છે. હવે જોવાનું એ રહે છે કે નિયમોના ઉલાળીયા બાદ શું પોલીસ વિભાગ કોઇ કાર્યવાહી કરે છે કેમ?

કોરોનાકાળમાં રાહત મળતા જ હવે નેતાઓ નિયમો તોડવા મેદાને પડ્યા છે. બનાસકાંઠામાં કઇંક આવી જ ઘટના સામે આવી છે. જેમાં સાંસદ પરબત પટેલના કાર્યક્રમમાં નિયમોનો ઉલાળીયો થતો જોવા મળ્યો. ન તો સાંસદે માસ્ક પહેર્યું કે ન હાજર અન્ય લોકો માસ્ક સાથે જોવા મળ્યા. અહીં નેતાઓ જાહેરમાં કોરોના ગાઇડલાઇનના લીરેલીરા ઉડાડ્યા.

રાજ્ય અને કેન્દ્ર સરકાર નિયમ પાલન માટે બૂમો પાડી પાડીને થાકી ગઇ, પરંતુ ભાજપના જ નેતાઓ છે કે નિયમો ખિસ્સામાં લઇને ફરી રહ્યા છે. જો સાંસદ જ આવી ગંભીર ભૂલ કરશે તો પ્રજામાં શું સંદેશ જશે એ વિચારી શકાય છે. આવા બેફામ બનેલા નેતાઓ સામે પોલીસ કેમ કાર્યવાહી કરવાની હીંમત નથી કરતી તે એક સવાલ છે. ત્યારે સરકાર પોતાના નેતાઓની સાન ઠેકાણે લાવે તે જરૂરી છે.

Next Video