વડગામના પૂર્વ ધારાસભ્ય (MLA) મણિભાઈ વાઘેલા (Manibhai Vaghela) કેસરી ખેસ પહેરી લેશે. ભાજપ (BJP) માં જોડાયા પહેલા તેમણે પીએમ મોદી (PM Modi) સાથે મુલાકાત કરી હતી. 35 વર્ષ સુધી કોંગ્રેસ (Congress) માં સેવા આપનાર પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય એવા ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા મણિ વાઘેલા કેસરિયા કરવાની તૈયારી કરી છે. કોંગ્રેસની કાર્યશૈલીથી નારાજ મણિભાઇએ નવેમ્બર 2021માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. જોકે ટૂંકા રાજકીય સન્યાસ બાદ, હવે તેઓએ કેસરિયા કરવાનો નિર્ણય કર્યો છે. કેસરિયા કરતા પહેલા મણિભાઇએ દિલ્લીમાં પીએ મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓની આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવે છે.
મણિભાઇના રાજકીય અનુભવની વાત કરીએ તો તાલુકા કક્ષાએથી માંડીને જિલ્લા કક્ષા સુધી મણિભાઇએ કોંગ્રેસ માટે સેવા આપી. છે અને 2012માં ભાજપના કેબિનેટ પ્રધાનને હરાવીને વડગામ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. પક્ષ પલટાની મોસમમાં પણ કોંગ્રેસ સાથે અડીખમ રહેનાર મણિભાઇની કેન્દ્રીય નેતાગીરીએ નોંધ લીધી હતી અને દિલ્લી બોલાવી સન્માન કર્યું હતું.
જોકે પાર્ટીના વચન છતાં તેઓને 2017માં વડગામ બેઠક પર મેન્ડેટ ન આપ્યું. છતાંય તેઓ પક્ષને વફાદાર રહ્યા અને અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીને ટેકો આપ્યો હતો. જોકે સતત અવગણના અને પ્રદેશ નેતાગીરીથી નારાજ થતાં 2021માં તેઓએ કોંગ્રેસને રામ રામ કહી દીધા હતા.
આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ, અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા
Published On - 11:12 am, Sat, 2 April 22