Banaskantha: પશુપાલનના વ્યવસાયમાં કરોડો રૂપિયા કમાતી બનાસ ડેરીની મહિલા પશુપાલકોનું મહિલા દિને શક્તિ પ્રદર્શન

|

Mar 08, 2022 | 4:32 PM

બનાસડેરીના મહિલા સંમેલન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. મહિલા પશુપાલકોને સંબોધતા કહ્યું હતું કે વડાપ્રધાન મોદી પણ માને છે કે બનાસ ડેરી સાથે જોડાયેલી મહિલાઓના અથાક પરિશ્રમના કારણે દિલ્હીના લોકોને દૂધ મળે છે.

Banaskantha: પશુપાલનના વ્યવસાયમાં કરોડો રૂપિયા કમાતી બનાસ ડેરીની મહિલા પશુપાલકોનું મહિલા દિને શક્તિ પ્રદર્શન
બનાસ ડેરી સાથે જોડાયેલી મહિલાઓના સન્માન માટે મહિલા દિને મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.

Follow us on

કોઈ પણ વ્યવસાય (business) નાનો નથી હોતો. જે બાબતને સાબિત કરી છે બનાસ ડેરી (Banas Dairy) સાથે જોડાયેલી મહિલા પશુપાલકો. બનાસકાંઠા (Banaskantha) માં આવેલી બનાસ ડેરી સાથે અનેક ઓછું ભણેલી અને અક્ષર જ્ઞાન મેળવ્યા વિનાની મહિલાઓ દર વર્ષે દૂધના વ્યવસાય (milk business) થકી લાખો રૂપિયાની કમાણી કરે છે.

મહિલા દિને (Womens Day) આ તમામ મહિલાઓને સન્માન માટે બનાસ ડેરીએ મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 20,000થી વધુ મહિલાઓ એકત્ર થઈ મહિલા સશક્તિકરણની શક્તિને પ્રદર્શિત કરી હતી. બનાસ ડેરી સાથે જોડાયેલી તમામ મહિલા પશુપાલકોને મહિલા દિન નિમિત્તે અભિનંદન પાઠવાયાં હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે બનાસ ડેરીના દૂધથી દિલ્હીની સવાર થાય છે : સી. આર. પાટીલ

બનાસડેરીના મહિલા સંમેલન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. મહિલાઓના સંમેલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમટેલી બહેનોને જોઈ સી આર પાટીલ આનંદની લાગણી અનુભવી હતી. સી આર પાટીલે બનાસકાંઠાની મહિલા પશુપાલકોને સંબોધતા કહ્યું હતું કે તમારી અથાગ મહેનતથી આજે બનાસડેરી ને વૈશ્વિક ઓળખ મળી છે. વડાપ્રધાન મોદી પણ માને છે કે બનાસ ડેરી સાથે જોડાયેલી મહિલાઓના અથાક પરિશ્રમના કારણે દિલ્હીના લોકોને દૂધ મળે છે. દિલ્હીના લોકોની જે સવાર થાય છે તેની ચા બનાસ ડેરીનું દૂધ હોય છે. બનાસડેરીની મહિલા પશુપાલકોએ સાબિત કર્યું છે કે મહિલાઓમાં અનેક શક્તિઓ છુપાયેલી હોય છે. પોતાના પશુપાલનના વ્યવસાય થકી પોતાના પરિવાર તેમજ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી મહિલાઓ પોતાના પરિવારને આગળ આવી રહી છે. બનાસ ડેરી સાથે જોડાયેલી તમામ મહિલા પશુપાલકોને મહિલા દિન નિમિત્તે તેમણે હૃદય પૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બનાસ ડેરીની વૈશ્વિક ઓળખ પાછળ મહિલા પશુપાલકોનો સિંહ ફાળો : શંકર ચૌધરી

બનાસડેરીમાં આ વર્ષે રેકોર્ડબ્રેક ૯૩ લાખ લીટર દૈનિક દૂધ ની આવક થઈ. જેની પાછળ બનાસડેરીની સાથે જોડાયેલી મહિલા પશુપાલકોનો સિંહ ફાળો છે. બનાસકાંઠાની મહિલાઓ ભલે ઓછું અક્ષરજ્ઞાન ધરાવતી હતી પરંતુ તેમની કોઠાસૂઝ અને પશુપાલન વ્યવસાયમાં મહેનતને કારણે આજે બનાસ ડેરીએ વૈશ્વિક ઓળખ ઊભી કરી છે. મહિલા સંમેલનને સંબોધતા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે બનાસકાંઠા પર આજે વિશ્વની નજર છે. પરંતુ બનાસકાંઠાના પશુપાલન વ્યવસાયની આગળ વધારવા માટે આગામી સમયમાં પાણીની બચત તેમજ વૃક્ષારોપણ કરવું અનિવાર્ય છે. પશુપાલનના વ્યવસાયને બચાવવા માટે મહિલાઓ આગળ આવે અને વરસાદી પાણી તેમજ વૃક્ષારોપણના કામને અગ્રતા આપે તે સમયની માંગ છે.

આ પણ વાંચોઃ Surat: શહેરનો સૌથી વ્યસ્ત રિંગરોડ ફલાય ઓવર બ્રિજ 2 મહિના માટે બંધ કરવામાં આવશે, જાણો શું છે કારણ

આ પણ વાંચોઃ Surat: હાર્દિક પટેલે અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયા સાથે કરી બેઠક, નવા જૂનીનાં એંધાણ

Next Article