Breaking News : બનાસકાંઠામાં 3.6 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર દોડી આવ્યા, જુઓ Video

|

Apr 28, 2023 | 1:59 PM

Breaking News : આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના ડિસા,પાલનપુર સહિત આજુ બાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠાના જિલ્લામાં 3.6 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી છે. આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના ડિસા,પાલનપુર સહિત આજુ બાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠાના જિલ્લામાં 3.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અચાનક ભૂકંપના આંચકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો તાત્કાલીક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા.

આ પણ વાંચો : Banaskantha : ભદ્રીવાડી ગામમાં વીજ ચેકિંગના નામે તોડ, ખેડૂતો પાસેથી 14 હજારથી વધુનો કર્યો તોડ, જુઓ Video

નેપાળમાં ભૂકેપના આંચકા

તો બીજી તરફ નેપાળમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર બંને ભૂકંપની તીવ્રતા 4.8 અને 5.9 માપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પહેલો ભૂકંપ રાત્રે 11.58 કલાકે આવ્યો હતો, જ્યારે બીજો 1.30 કલાકે આવ્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ભૂકંપનું કેન્દ્ર બાજુરાના દહાકોટમાં જણાવવામાં આવી રહ્યું છે. આ પહેલા 1 એપ્રિલે દોલાખા જિલ્લાના સુરી ખાતે મધ્યમ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તેની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. ઓખાલધુંગા, રામેછાપ, સિંધુપાલ ચોક અને નુવાકોટ જિલ્લા તેમજ કાઠમંડુ ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી

 

નર્મદા જિલ્લામાં આવ્યો હતો ભૂકંપ

આ અગાઉ નર્મદા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડિયાથી 5 કિલોમીટર દૂર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 3.40 મિનિટે ભૂકંપનો અનુભવ થયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 3.1 હોવાની માહિતી મળી હતી.

ભૂકંપ કેમ આવે છે ?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.  આપને જણાવી દઈએ કે,રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:21 am, Fri, 28 April 23

Next Article