banaskatha : કોલ્ડ સ્ટોરેજ સીલ કરવાની પ્રક્રિયા, કોલ્ડ સ્ટોરેજ માલિકો અને ખેડૂતોની ચિંતામાં વધારો

|

Jul 17, 2021 | 7:21 PM

બટાકાના યોગ્ય ભાવ નહીં મળવાને કારણે ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં છે. ભાવ નહીં મળવાને કારણે ખેડૂતોએ બટાકા કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા છે. ભાવ નહીં મળતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજ માલિકોને હાલ નાણા ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી.

banaskatha : કોરોના મહામારીને કારણે બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજ માલિકોની સ્થિતિ કફોડી છે. બટાકાના યોગ્ય ભાવ નહીં મળવાને કારણે ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં છે. ભાવ નહીં મળવાને કારણે ખેડૂતોએ બટાકા કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા છે. ભાવ નહીં મળતા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજ માલિકોને હાલ નાણા ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી.

બીજી તરફ કોલ્ડ સ્ટોરેજ માલિકો પહેલાથી જ બેંક પાસેથી કરોડોની લોન લઈને બેઠા છે.. ખેડૂતો પાસેથી નાણા છૂટા ન થવાથી કોલ્ડ સ્ટોરેજ માલિકો પોતાના હપ્તાની નિયમિતપણે ચૂકવણી કરી શકતા નથી. જેથી બેંક તરફથી કોલ્ડ સ્ટોરેજ સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને જોતા કોલ્ડ સ્ટોરેજ માલિકો અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

જો બેંક તરફથી કોલ્ડ સ્ટોરેજ સીલ કરવામાં આવે તો ખેડૂતોના બટાકા પણ સ્ટોરેજમાં જ રહી જશે. જેથી ખેડૂતોને પણ મોટું નુકસાન થવાની ભીતિ છે. જેને જોતા કોલ્ડ સ્ટોરેજના માલિકો, કિસાન સંઘ તેમજ સ્થાનિક ભાજપના આગેવાનોએ પણ સરકાર તેમજ સ્થાનિક અધિકારીઓને આ મામલે રજૂઆત કરી છે.

કોલ્ડ સ્ટોરેજ સીલ કરવા બાબતે કોલ્ડ સ્ટોરેજ માલિકોએ ચાર મહિનાનો સમય માગ્યો છે.. આ ચાર મહિનામાં કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા બટાકાનો યોગ્ય નિકાલ કે વેચાણ કરવામાં આવશે. ત્યાર બાદ બેંક પોતાની કાર્યવાહી કરે તેવી અપીલ ખેડૂત આગેવાનોએ કરી છે.

 

Next Video