BANASKANTHA : ભાજપના કિસાન મોરચા દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

|

Sep 17, 2021 | 11:20 PM

ભાજપ દ્વારા પ્રગતિશીલ ખેડૂતોના સન્માનની સાથે એશિયાની સૌથી મોટી બનાસડેરીમાં કામ કરતી મહિલા કર્મીઓને સન્માનિત કરાઈ.

BANASKANTHA : બનાસકાંઠામાં વડાપ્રધાન મોદી (PM Modi)ના 71માં જન્મદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના કિસાન મોરચા દ્વારા બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરાયું. સાથે 2071 વૃક્ષોનું વાવેતર કરી તેનો ઉછેર કરવાનો સંકલ્પ લીધો.તેમજ ભાજપ દ્વારા પ્રગતિશીલ ખેડૂતોના સન્માનની સાથે એશિયાની સૌથી મોટી બનાસડેરીમાં કામ કરતી મહિલા કર્મીઓને સન્માનિત કરાઈ.તો વળી સરહદ પર દેશની રક્ષા કરતા જવાનોના ખેડૂત પિતાને પણ પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યુ.તેમજ આ પ્રસંગે જિલ્લા ભાજપના મંત્રી કનુભાઇ વ્યાસે 500 થી પણ વધુ લોકોને અંગદાન અંગે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

બીજી બાજુ બનાસ મેડિકલ કોલેજ વડાપ્રધાનના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 300 જેટલા વિદ્યાર્થીઓ તેમજ 150 જેટલા સ્ટાફ દ્વારા પોતાના મૃત્યુ બાદ પોતાના અંગદાન કરવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મેડિકલ અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં અંગદાનનુ મહત્વ વધે તે માટે આ સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં રસીકરણનો રેકોર્ડ, 17 સપ્ટેમ્બરે એક જ દિવસમાં ઐતિહાસિક 22.15 લાખ લોકોનું રસીકરણ થયું

Published On - 11:18 pm, Fri, 17 September 21

Next Video