Banaskantha: ડીસાના તબીબોનો અનોખો પ્રયાસ, રસીકરણ અંગે લોક જાગૃતિ માટે સાયકલ યાત્રા

|

Jun 15, 2021 | 8:26 PM

બનાસકાંઠાના ડીસાના તબીબોએ રસીકરણ અંગે લોકો જાગૃતિ માટે એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. 'રાઇડ ફોર નેશન, રાઇડ ફોર વેક્સીનેશન' ના નારા સાથે આ સાયકલ સવારો તબીબો પોતાની યાત્રા શરૂ કરી છે.

બનાસકાંઠાના ડીસાના તબીબોએ રસીકરણ અંગે લોકો જાગૃતિ માટે એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. ‘રાઇડ ફોર નેશન, રાઇડ ફોર વેક્સીનેશન’ ના નારા સાથે આ સાયકલ સવારો તબીબો પોતાની યાત્રા શરૂ કરી છે.

ડીસાના 13 સાયકલ સવારો 10 દિવસ સુધી સાયકલિંગ કરશે અને 560 કિલોમીટરનું અંતર કાપીને ખારદુગલા ખાતે પોતાની યાત્રા સમાપ્ત કરશે. પોતાની યાત્રા દરમિયાન તબીબો રસ્તામાં આવનારા તમામ ગામો અને શહેરોમાં રસીકરણ અંગે લોકો જાગૃતિનો પ્રયાસ કરશે. રસીકરણ અંગે લોકોમાં ફેલાયેલી ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કરશે.

આપને જણાવી દઇએ આ તમામ સાયકલ સવારો વ્યવસાયે તબીબ છે. તો 13 સાયકલ સવારોમાં 2 મહિલા તબીબોનો પણ સમાવેશ થાય છે. આ તમામ તબીબો સાયકલ યાત્રા દ્વારા પીએમ મોદીના ફિટ ઇન્ડિયા સ્લોગનને પણ સાર્થક કરશે.

Next Video