Banaskantha: ડીસા ખાતે 250 કરોડના ખર્ચે 3.7 કિલોમીટર લાંબા વિધાઉટ લૂક એલિવેટેડ બ્રિજ બ્રિજનો ટ્રાયલ રન શરૂ

|

Jun 19, 2021 | 10:45 AM

Banaskantha : બનાસકાંઠાના વેપારી મથક ડીસાના (Deesa) મધ્યમાંથી નેશનલ હાઇવે નંબર 27 પસાર થાય છે. જેના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ ભોગવી રહ્યા હતા. પરંતુ આ સમસ્યાનો અંત આવ્યો છે.

Banaskantha : બનાસકાંઠાના વેપારી મથક ડીસાના (Deesa) મધ્યમાંથી નેશનલ હાઇવે નંબર 27 પસાર થાય છે. જેના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ ભોગવી રહ્યા હતા. પરંતુ આ સમસ્યાનો અંત આવ્યો છે.

બનાસકાંઠાના વેપારીમથક ડીસા શહેરની મધ્યે દેશનો સૌથી લાંબો વિધાઉટ લુક એલિવેટેડ બ્રિજ બન્યો છે. બ્રિજ તૈયાર થતાં જ હવે તેને ટ્રાયલ રન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આગામી સમયમાં તેનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે.

સરહદી વિસ્તારના વાવ થરાદ સુઈગામ ભાભર કાંકરેજ દિયોદર ધાનેરા આ તમામ તાલુકાઓ અને જ્યારે મુખ્ય મથક પાલનપુર આવવું પડતું ત્યારે ડીસાના ભારેખમ ટ્રાફિકમાંથી પસાર થવું પડતું. શહેરના મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવેના કારણે અનેક વાર અકસ્માતો થતા હતા. જેમાં શહેરના નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા.

આ બાબતને ગંભીરતાથી લઇ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર 250 કરોડના ખર્ચે 3.7 કિલોમીટર લાંબો વિધાઉટ લૂક એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો. આ બ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યા કાયમી ઉકેલ આવશે. તેમજ કંડલા અને મુન્દ્રા પોર્ટ પર જતાં વાહનોને ટ્રાફિકની સમસ્યા થી છુટકારો મળશે.

આ એલિસબ્રિજને ટ્રાયલ રન માટે શરૂ કરતાં જ વાહનો પણ ખુબ જ સારી રીતે પસાર થઈ રહયા છે. વાહનચાલકો પણ આટલા મોટા એલિવેટેડ બ્રિજ પર વાહન ચલાવી આનંદ અનુભવી રહ્યા છે. વાહન ચાલકોનું કહેવું છે કે જે ટ્રાફિકની સમસ્યા ડીસા શહેરને પસાર કરવામાં આવતી હતી તે તમામ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે. લોકોને ટ્રાફિકની સમસ્યાથી કાયમી છુટકારો મળ્યો છે.

Next Video