Banaskantha: પશુપાલકોમાં આનંદ, બનાસ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ પર રૂ.25 નો કર્યો વધારો

|

Feb 26, 2022 | 1:45 PM

બનાસડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં 25 રૂપિયાનો વધારાની જાહેરાત પશુપાલકો માટે એક આનંદના વ્યાપ્યો છે. આ નિર્ણયથી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોને લાભ થશે.

Banaskantha: પશુપાલકોમાં આનંદ, બનાસ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ પર રૂ.25 નો કર્યો વધારો
બનાસ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ પર રૂ.25 નો કર્યો વધારો

Follow us on

બનાસ ડેરી (Banas Dairy) સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોની પશુપાલનના વ્યવસાય થકી આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ થાય અને આત્મનિર્ભર બને તે હેતુથી બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઇ ચૌધરી દ્વારા દૂધના ભાવ (milk price) માં પ્રતિ કિલો ફેટે રૂ.25 નો ભાવ વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય થી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોને લાભ થશે.

સમગ્ર એશિયામાં બનાસ ડેરી દૂધ સંપાદનમાં અગ્ર સ્થાને છે. આ વર્ષે 93 લાખ લીટર જેટલી દૈનિક વિક્રમજનક દૂધની આવક હોવા છતાં પણ એક પણ દિવસ પશુપાલકો પાસેથી દૂધ લેવાનું બંધ નથી રાખ્યું. બનાસડેરી દ્વારા દૂધના ફેટના ભાવમાં 25 રૂપિયાનો વધારાની જાહેરાત પશુપાલકો માટે એક આનંદના વ્યાપ્યો છે.

બનાસ ડેરીમાં દૂધના જુના ભાવ 680 રૂપિયા પ્રતિકીલો ફેટ હતા. જે વધારી 705 રૂપિયા પ્રતિકીલો ફેટ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ઘાસચારો તેમજ પશુદાણના મોંઘો થયા હતા. જેથી પશુપાલકો દૂધના ભાવમાં વધારો થાય તે માટે ઇચ્છુક હતા. જે બાબતને ધ્યાને લઇ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો કરતાં પશુપાલકોમાં આનંદ છવાયો છે.

IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..
ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત
સવારે ગાયનું ઘરે આવવું કઈ વાતનો આપે છે સંકેત?

દૂધના ભાવમાં વધારો કરવા મામલે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે પશુપાલકોની અથાગ મહેનત એ બનાસ ડેરીને વૈશ્વિક ફલક પર ઓળખાણ આપી છે. પશુપાલકોને મહેનતનું યોગ્ય વળતર મળે તે માટે બનાસ ડેરીનું નિયામક મંડળ સતત ચિંતિત હોય છે. પશુપાલકોને વધુ સમૃધ્ધ અને આત્મનિર્ભર બનાવવા માટે બનાસ ડેરીએ પ્રતિકીલો ફેટે રૂપિયા 25 નો વધારો કર્યો છે. આ ભાવ વધારો બનાસ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને વધુ આર્થિક સમર્થ કરશે.

આ પણ વાંચોઃ Ahmedabad: અમરાઇવાડી પોલીસની ગેરવર્તણુંક મામલે મેટ્રો કોર્ટની લાલ આંખ, અમરાઇવાડીના PSI બારોટ અને PI રૉઝિયાને ફટકારી નોટિસ

આ પણ વાંચોઃ ધર્મનગરી દ્વારકા રાજકીય મુદે સ્ટાર્ટર પોઈન્ટ, અનેક વખત રાજકીય પક્ષોએ પોતાના કાર્યક્રમની શરુઆત અહીંથી કરી છે

Published On - 1:45 pm, Sat, 26 February 22