Banaskantha: થરાદમાં પંકજમુનિએ શરૂ કરી 11 દિવસની કઠોર અગ્નિ તપસ્યા, કોરોનાની બિમારીથી રાહત અપાવવાનો ઉદ્દેશ્ય

|

Jun 07, 2021 | 6:23 PM

Banaskantha: જન સમુદાયના સુખાકારી માટે આ તપને લઈને લોકો પણ તેમના દર્શનાર્થે આવી રહ્યા છે. લોકો વિશ્વ શાંતિ અને કોરોના મહામારી રક્ષણ મેળવવા માટે પંકજમુનિની કઠોર અગ્નિ તપસ્યાને લઈને મંત્રમુગ્ધ છે

Banaskantha: થરાદમાં પંકજમુનિએ શરૂ કરી 11 દિવસની કઠોર અગ્નિ તપસ્યા, કોરોનાની બિમારીથી રાહત અપાવવાનો ઉદ્દેશ્ય
હનુમાન મંદિર પરિસરમાં પંકજમુનિએ 11 દિવસની કઠોળ અગ્નિ તપસ્યા કરવાનું શરૂ કર્યું

Follow us on

Banaskantha: ઉનાળો આકરો બનતો જઈ રહ્યો છે અને તે વચ્ચે વિશ્વશાંતિ અને કોરોના મહામારીથી લોકોને રાહત મળે તેવા ઉમદા આશયથી થરાદના બળિયા હનુમાન મંદિર પરિસરમાં પંકજમુનિએ 11 દિવસની કઠોળ અગ્નિ તપસ્યા કરવાનું શરૂ કર્યું છે. આ તપોભૂમિના દર્શન કરવા માટે આજુબાજુના લોકો આવી મુનિએ કરેલી કઠોર તપસ્યાનું પરિણામ સમગ્ર વિશ્વને મળે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ તેમજ દેશ લડી રહ્યો છે. જેને લઇને હવે લોકોને રક્ષણ મળે તે માટે આધ્યાત્મિક સંતો સામે આવ્યા છે. થરાદના બળીયા હનુમાન પંકજમુનિ નામના તપસ્વીએ કઠોળ તપ શરૂ કર્યું છે. પંકજમુનિએ 11 દિવસ સુધી લોક હિતાર્થે અગ્નિ તપસ્યા શરૂ કરી છે. જે તપસ્યાનો આજથી પ્રારંભ થયો છે.

હનુમાન મંદિર પરિસરમાં પંકજમુનિએ 11 દિવસની કઠોળ અગ્નિ તપસ્યા કરવાનું શરૂ કર્યું

થરાદનો સરહદી વિસ્તાર પાકિસ્તાનને અડીને આવેલો છે. રણ વિસ્તાર હોવાથી અહીં ઉનાળાના સમયમાં કાળઝાળ ગરમી પડે છે, અને તપામન 40 થી 45 ડિગ્રી વચ્ચે રહે છે. આવી સખત ગરમી વચ્ચે પણ પંકજમુનિ તેમની ચારેબાજુ ગોબરના છાણની અગ્નિ પ્રગટાવી તપ કરી રહ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જન સમુદાયના સુખાકારી માટે આ તપને લઈને લોકો પણ તેમના દર્શનાર્થે આવી રહ્યા છે. લોકો વિશ્વ શાંતિ અને કોરોના મહામારી રક્ષણ મેળવવા માટે પંકજમુનિની કઠોર અગ્નિ તપસ્યાને લઈને મંત્રમુગ્ધ છે.

આ પણ વાંચો : Banaskantha: પાલનપુરમાં ત્રણ દિવસ પાણી પુરવઠો બંધ રહેશે, નગરપાલિકાને વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચન

 

Published On - 6:09 pm, Mon, 7 June 21

Next Article