BANASKANTHA : વરસાદ ખેંચાતા સિંચાઈ બાદ હવે પીવાના પાણીની સમસ્યા, 5 તાલુકાઓમાં મોટાભાગના ગામડાઓ પીવાના પાણીની મોટી મુશ્કેલી

|

Aug 28, 2021 | 7:25 PM

બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકાઓમાં મોટાભાગના ગામડાઓ પીવાના પાણીની મોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે. તે વચ્ચે ટેન્કર દ્વારા પાણી મેળવી લોકો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.

BANASKANTHA : જિલ્લામાં આ વર્ષે વરસાદ નિહવત છે. જેના કારણે પાણીની સમસ્યા વિકરાળ બની છે. ખેડૂતોના ખેતીના પાકો તો સુકાઈ રહ્યા છે. પરંતુ તેથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો છે. ડેમ ખાલીખમ અને ભૂગર્ભજળ ઊંડા ગયા હોવાથી પીવા પૂરતું પાણી લોકોને મળતું નથી. જેની તકેદારીના ભાગરૂપે સરકાર ટેન્કરના આધારે પીવાનું પાણી પુરું પાડી રહી છે. બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકાઓમાં મોટાભાગના ગામડાઓ પીવાના પાણીની મોટી મુશ્કેલી અનુભવી રહ્યા છે. તે વચ્ચે ટેન્કર દ્વારા પાણી મેળવી લોકો પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે.

વરસાદ ન થતા પાણીની મુશ્કેલી સર્જાઇ છે તે બાબતે જિલ્લા વહીવટીતંત્ર પણ વાકેફ છે. જિલ્લાના કલેક્ટર પણ સ્વીકારી રહ્યા છે કે ડેમ ખાલીખમ અને ભુગર્ભ જળ ઉંડા જગ્યા હોવાથી પાણીની સમસ્યા વિકરાળ બની છે.

ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાઈ જતા સૌથી કફોડી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ ખેંચાતા સિંચાઈ બાદ હવે પીવાના પાણીની સમસ્યા પણ ઉદ્ભવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લાના જળાશયો તળિયાઝાટક સ્થિતિમાં છે.ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 32.15 ટકા વરસાદ જ નોંધાયો છે.ચોમાસાના 84 દિવસમાં સરેરાશ 9.50 ઈંચ વરસાદ પડ્યો છે.

જો જિલ્લાદીઠ વાત કરીએ તો પાટણ જિલ્લામાં 36.57 ટકા અને બનાસકાંઠા જિલ્લામાં 58.50 ટકા વરસાદની ઘટ છે. તો સાબરકાંઠામાં પણ 54.15 ટકા વરસાદ ઓછો પડ્યો છે.અરવલ્લી જિલ્લામાં સર્વાધિક 65.23 ટકા વરસાદની ઘટ છે. ચોમાસા દરમિયાન સિઝનનો 100 ટકા વરસાદ પૂર્ણ કરવા બાકીના 38 દિવસમાં સરેરાશ 20 ઈંચ વરસાદની જરૂર છે.

આ પણ વાંચો : AHMEDABAD : કેન્સરની સારવાર માટેનું આધુનિક મશીન દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં, 75 કરોડના ખર્ચે લવાયા 5 આધુનિક મશીનો

Next Video