Banaskantha: સિલ્વર સ્ક્રીન પર જીવંત થશે રણછોડ પગી, જાણો આખરે હાલ કેમ ચર્ચામાં છે રણછોડ પગી

|

Aug 01, 2021 | 7:25 PM

ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા(Bhuj: The Pride of India) ફિલ્મમાં સંજય દત્તએ રણછોડ પગીનો રોલ નિભાવ્યો છે. આખરે કોણ છે રણછોડ પગી આવો જાણીએ.

Banaskantha: સિલ્વર સ્ક્રીન પર જીવંત થશે રણછોડ પગી, જાણો આખરે હાલ કેમ ચર્ચામાં છે રણછોડ પગી
Ranchod Pagi

Follow us on

1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ પર બની રહેલી ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા(Bhuj: The Pride of India) ફિલ્મમાં સંજય દત્તએ રણછોડ પગીનો રોલ નિભાવ્યો છે. રણછોડ પગીના પદચિહ્ન પારખવાની શક્તિના કારણે રણ વિસ્તારમાં ઘુસેલા પાકિસ્તાનના 1200થી વધુ સૈનિકોના સ્થાનની માહિતી મળી હતી. જેથી 1971ના યુદ્ધમાં તેમની ભૂમિકા અગત્યની માનવામાં આવે છે. આવો જાણીએ રણછોડ પગી વિષે.

બનાસકાંઠા (Banaskantha) જિલ્લો પાકિસ્તાનની સરહદને અડીને આવેલો રણ વિસ્તાર હોવાથી પગી ખૂબ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. સુઈગામ તાલુકાના લીંબાળા ગામના વતની રણછોડ પગીનું (Ranchod Pagi) નામ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. તેની પાછળનું કારણ છે તેમની રણવિસ્તારમાં પડેલી પદચિહ્ન (Foot print)ને પારખવાની શક્તિ હોય છે.

 

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

રણછોડ રબારી નામના વ્યક્તિ માલધારી સમાજમાંથી આવતા હતા. પરંતુ તેમણે કરેલા દેશ સેવાના કામના કારણે તેઓ પગી તરીકે ઓળખાયા હતા. આજે જ્યારે પણ ભારત પાકિસ્તાનના યુદ્ધની વાત સરહદી વિસ્તારમાં આવે ત્યારે રણછોડ પગીનું નામ અવશ્ય લેવામાં આવે છે.

 

રણછોડ પગીએ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધમાં નિભાવી મહત્વની ભૂમિકા


ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા 1965 તેમજ 1971ના યુદ્ધમાં રણછોડ પગીની ભૂમિકા અગત્યની હતી. જે સમયે યુદ્ધ થયું હતું ત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે ફેન્સીંગ ન હતી. સરહદ ખુલ્લી હતી. જેના કારણે પાકિસ્તાનથી આ વિસ્તારમાં લોકો તેમજ સૈનિકો આવતા હતા.

 

જ્યારે યુદ્ધ થયું, ત્યારે રણછોડ પગીએ પાકિસ્તાનની સેનાના પદચિન્હના આધારે ભારતીય સેનાનું સુકાન સંભાળ્યું હતું. ભારતીય સેનાને જે જગ્યાએ પાકિસ્તાનના સૈનિકો હતા. તે જગ્યા સુધી લઈ જવામાં તેમનો મહત્વનો ફાળો હતો. જેથી રણછોડ પગીને ભારત સરકાર દ્વારા અનેક મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

 

બોર્ડર પર વિકસિત થતાં ટુરીઝમ પોઈન્ટ પર રણછોડ પગીનું સ્ટેચ્યુ મુકવા વડાપ્રધાન અને મુખ્યમંત્રી પાસે લોકમાંગ


જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને માલધારી સમાજના આગેવાન નાગજીભાઈ રબારીએ વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીને પત્ર લખી બોર્ડર પર નિર્માણ થતાં ટુરિઝમ ડેવલપમેન્ટમાં રણછોડ પગીનું સ્ટેચ્યુ મૂકવા માટેની માંગ કરી છે. તેમનું કહેવું છે કે યુદ્ધના સમયમાં તેમણે કરેલી કામગીરી આજે પણ લોકમુખે ચર્ચાઈ રહી છે.

 

જે પણ પ્રવાસીઓ સરહદની મુલાકાતે સીમાદર્શન માટે આવે તેઓ રણછોડ પગીની કામગીરીથી વાકેફ થયા હતા.  આ સાથે  જ  તેમણે કરેલા કામ બદલ તેમની યાદગીરી બની રહે તે માટે સરકારે નવા વિકસિત કરેલા સીમાદર્શનના પ્રોજેક્ટમાં તેમની મૂર્તિ મુકાવી જોઈએ. તેમજ નડાબેટથી 0 પોઈન્ટ સુધી જતાં માર્ગને રણછોડ પગી નામ આપવું જોઈએ. તેવી લોકમાંગ ઉઠી છે.

 

રણછોડ પગીએ દેશ માટે કરેલા કામની યાદમાં BSFની એક ચોકીને અપાયું છે રણછોડ પગીનું નામ


રણછોડ પગીએ યુદ્ધના સમયમાં કરેલા કામના કારણે પદ્મવિભૂષણ અને ભારતીય આર્મીમાં જેને પ્રથમ માર્શલ તરીકે પદ આપવામાં આવ્યું હતું તે જનરલ માણેકશાએ ખાસ મહેમાન તરીકે રણછોડ પગીને તેમને યુદ્ધમાં કરેલી કામગીરી બદલ ભોજન અર્થે બોલાવ્યા હતા.

 

જેના કારણે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલી BSFની એક BOP (બોર્ડર આઉટ પોસ્ટ)ને રણછોડદાસ પગીનું નામ આપવામાં આવ્યું છે. જ્યાં તેમનું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે. રણછોડ પગીએ દેશ અને ભારતીય સેના માટે કરેલા કામના કારણે આજે પણ BSFએ તેમના નામે BOP બનાવી તેમને સેનાના જવાનો વચ્ચે જીવંત રાખ્યા છે.

 

આજે પણ બનાસકાંઠા પોલીસમાં પોલીસ પગી નિભાવે છે ફરજ


બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાન સરહદને અડીને આવેલો છે. આ સરહદી વિસ્તાર સંપૂર્ણ રણ વિસ્તાર છે. જેથી રણ વિસ્તારમાં પગીની ખાસ ભૂમિકા હોય છે, તે રણ વિસ્તારમાં અવર જવર પર બાજ નજર રાખી શકે છે. પગી દ્વારા જ સીમા વિસ્તારમાં કોઈ વ્યક્તિએ પ્રવેશ કર્યો છે કે કેમ તેની માહિતી તેના પદચિહ્ન દ્વારા પગી મેળવી શકે છે. બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં ત્રણ તેમજ વાવ પોલીસ સ્ટેશનમાં બે પોલીસ પગી આજે પણ ફરજ નિભાવી રહ્યા છે.

 

આ પણ વાંચો : Banaskantha : લેન્ડ ગ્રેબિંગ એકટ અમલમાં આવતા ભૂ માફિયાઓ ભૂગર્ભમાં ઉતર્યા

 

આ પણ વાંચો : Banaskantha : પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષ નેતાએ કેમ પ્રમુખ અને ચીફ ઓફિસરને આપી અત્તરની ભેટ

Published On - 5:09 pm, Sun, 1 August 21

Next Article