રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન શક્તિસિંહ ગોહિલ આજે બનાસકાંઠાની મુલાકાતે હતા. જ્યાં ઉંડા જતા ભૂગર્ભ જળ મુદ્દે આંદોલન કરવાનું તેમજ ભાજપનો કેસરીયો કરતા કોંગ્રેસના આગેવાનો સામે બળાપો ઠાલવ્યો.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આજે કોંગ્રેસના આગેવાન અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના આગેવાનોના કેસરિયા મામલે તેમણે જણાવ્યું હતું કે ભાજપમાં ગયા બાદ કોંગ્રેસના મોટા આગેવાનો શેરીના કુતરા સમાન બની જાય છે. ભાજપમાં તેમને કોઈ સ્થાન મળતું નથી. માત્ર ભાજપમાં સામેલ કરી તેમની રાજકીય કારકિર્દી પૂરી કરી દેવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લામાં આગામી 28 તારીખ થી જળ આંદોલન ચાલુ થઈ રહ્યું છે. જે મામલે તેમણે જણાવ્યું ખનીજ ચોરી બેફામ બની છે. જેના કારણે ભૂગર્ભ જળ ઉંડા જઈ રહ્યા છે. સરકારની મિલીભગતના કારણે પર્યાવરણને નુકસાન થયું છે. ભાજપના રાજમાં માત્ર ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર જ પ્રજા વેઠી રહી છે.
જયરાજસિંહ પરમારે કૉંગ્રેસની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈને પક્ષ છોડી દીધો હતો અને આખરે ભાજપમાં જોડાયા છે. જયરાજસિંહ સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં સામેલ થયા છે. જયરાજસિંહ પરમારે ગાંધીનગરમાં સી.આર. પાટિલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં સામેલ થયા છે. તેના ઉપલક્ષમાં આજે શક્તિસિંહે તેમનું નામ લીધા વિના પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો : Kheda : માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી
આ પણ વાંચો : Mehsana : સો ટકા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવાનો નિર્ધાર છે : ઋષિકેશ પટેલ