અંબાજીમાં રાત્રે ધોધમાર વરસાદ, અડધો કલાક પડેલા વરસાદથી બજારોમાં નદીઓ વહી

|

Sep 24, 2021 | 8:48 AM

Rain in Ambaji : વીજળીના કડાકા ભડાકા સાથે માત્ર અડધો કલાક પડેલા ધોધમાર વરસાદને કારણે બજારોમાં નદીઓ વહી હતી અને હાઈવે માર્ગ પર પાણી ભરાયા હતા.

BANASKANTHA : રાજ્યમાં હાલ ચોમાસું સક્રિય છે, રાજ્યભરમાં છુટો ચાવાયો વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ભારે to ક્યાક્ક ગાળવો વરસાદ પડી રહ્યો છે. આવા વિસ્તારોમાં પવિત્ર યાત્રાધામ અંબાજી પણ બાકી નથી રહ્યું. અંબાજીમાં ગતરાત્રે ધોધમાર વરસાદ પડ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે માત્ર અડધો કલાક પડેલા ધોધમાર વરસાદને કારણે બજારોમાં નદીઓ વહી હતી અને હાઈવે માર્ગ પર પાણી ભરાયા હતા.

રાજ્યમાં હાલ ચોમાસું સક્રિય છે અને બીજા રાઉન્ડમાં મેઘરાજા ધુંવાધાર બેટિંગ કરી રહ્યાં છે. ગઈકાલે 23 સપ્ટેમ્બરે રાજ્યમાં આજે 50 તાલુકામાં આજે વરસાદ વરસ્યો હતો. આ તાલુકાઓમાં 1 ઇંચથી પોણા પોણા 8 ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

રાજ્યમાં હાલ ચોમાસું સક્રિય છે અને વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં હજી પણ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજસ્થાન ઉપર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અને આ સાથે જ 27 અને 28 તારીખે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 14 ટકા વરસાદની ઘટ છે, પણ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં જલ્દી જ આ ઘટ પૂરી થઇ જશે.

Next Video