Banaskantha: દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ જોડાઇ શકે છે ભાજપમાં

|

May 08, 2022 | 3:49 PM

અગાઉ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સીએમ અને શિક્ષણમંત્રી સાથે ગુજરાત સ્થાપના દિવસે જાહેરમંચ પર દેખાયા હતા તેથી તેમની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ભાજપમાં જોડાય તેવી સંભવના ચર્ચાી રહી છે. લોકસભાની ચૂંટણીમાં પિતા પરથી ભટોળને કોંગ્રેસની ટિકીટ મળતા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે તેઓ કમલમ ખાતે કેસરિયો ધારણ કરે તેવી શકયતા છે. વસંત ભટોળ બનાસ ડેરીના પૂર્વ ચેરમેન અને ઉત્તર ગુજરાતના સહકારી સેક્ટરના દિગ્ગજ નેતા ગણાતા પરથી ભટોળના પુત્ર છે.

ઉત્તર ગુજરાતમાં મોટા નેતાઓ ભાજપમાં જોડાવાના શિલસિલા વચ્ચે આ અગાઉ અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશીયારા પણ ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું હતું અને જ્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પાટણમાં ભાજપ સાંસદ ભરતસિંહ ડાભી સાથે જોવા મળ્યા હતા. પાટણ રેલ્વે સ્ટેશન પરિસરમાં રાષ્ટ્રીય ધ્વજ સ્મારકના ઉદ્ઘાટન સમારોહમાં સાથે દેખાયા હતા. અગાઉ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સીએમ અને શિક્ષણમંત્રી સાથે ગુજરાત સ્થાપના દિવસે જાહેરમંચ પર દેખાયા હતા તેથી તેમની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.

500થી વધારે તબીબો ભાજપમાં જોડાયા

ગુજરાતના જાણીતા 500થી વધારે તબીબો ભાજપમાં જોડાયા. CM ભૂપેન્દ્ર પટેલે પ્રતિષ્ઠિત તબીબોને કમલમમાં કેસરિયો ખેસ અને ટોપી પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. અમદાવાદ સિવિલના પૂર્વ સુપરિટેન્ડેન્ટ અને OSD ડૉ. પ્રભાકર ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત પૂર્વ સુપરિટેન્ડેન્ટ ડૉ. જે. વી. મોદી અને બી.જે. મેડિકલના પૂર્વ ડીન ડૉ. પ્રણય શાહે પણ કેસરિયા કર્યા છે. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, પ્રદીપસિંહ વાઘેલા સહિતના આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા.

Next Video