Banaskantha : દાંતીવાડાના ગુંદરી ગામે એક જ પરિવારના 6 લોકોને ખોરાકી ઝેરની અસર, 2 મહિલાના મોત

|

Jun 18, 2021 | 6:12 PM

Banaskantha: દાંતીવાડાના ગુંદરી ગામે એકજ પરિવારના 6 વ્યક્તિઓને ફુ઼ડ પોઈઝનિંગ (Food poisoning)ની અસર થઈ હોવાની ઘટના સામે આવી હતી.  અસરગ્રસ્તોને સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 2 મહિલાનું મૃત્યુ થયું છે.

Banaskantha: દાંતીવાડાના ગુંદરી ગામે એક જ પરિવારના 6 વ્યક્તિઓને ફુ઼ડ પોઈઝનિંગ (Food poisoning)ની અસર થઈ હોવાની ઘટના સામે આવી હતી.  અસરગ્રસ્તોને સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 2 મહિલાનું મૃત્યુ થયું છે.

બનાસકાંઠા (Banaskantha)ના દાંતીવાડાના ગુંદરી ગામમાં એક જ પરિવારના 6 લોકોને ફુ઼ડ પોઈઝનિંગ (Food poisoning)ની અસર થઈ હતી. પરિવારના તમામ લોકો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં 4 પુરૂષ તેમજ 2 મહિલા અસરગ્રસ્ત હતી. જેમાં 2 મહિલાઓના મૃત્યુ થયા છે.

 

દાંતીવાડના ગુંદરી ખાતે એક જ પરિવારના 6 લોકોને ફુ઼ડ પોઈઝનિંગ(Food poisoning)ની અસર થતા આરોગ્ય વિભાગ સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે, દર્દીઓના તમામ સેમ્પલને પણ મેડિકલ કોલજ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ફુડ વિભાગ (Food Department)અને આરોગ્ય વિભાગની (Health department) ટીમ સંયુક્ત રીતે સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ત્યારે રાયડાના તેલના કારણે ફુ઼ડ પોઈઝનિંગ (Food poisoning)થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

Next Video