Banaskantha: ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ જવાનને અપાઈ અંતિમ વિદાઈ

|

Jun 15, 2021 | 4:04 PM

Indian Army માં ફરજ બજાવતા જશવંતસિંહ રાઠોડ (Sahid Jashvant Sinh Rathod) જમ્મુ કાશ્મીર (Jammu & Kashmir) ના પીંછવાડામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટનામાં ફરજ દરમ્યાન શહિદ થયા હતા.

Banaskantha: વડગામ તાલુકાના મેમદપુર (Memadpur) ના યુવાને મા ભોમની રક્ષા કરતા શહીદ થયા હતા. Indian Army માં ફરજ બજાવતા જશવંતસિંહ રાઠોડ (Sahid Jashvant Sinh Rathod) જમ્મુ કાશ્મીર (Jammu & Kashmir) ના પીંછવાડામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટનામાં ફરજ દરમ્યાન શહિદ થયા હતા. પાર્થિવદેહ માદરે વતનમાં લાવવામાં આવ્યો હતો.

બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમદપુર (Memadpur) ગામના ફરજ દરમિયાન શહિદ થનાર જશવંતસિંહના સમાચાર સાંભળતાની સાથે જ પરિવાર સહિત ગામ લોકોમાં ઘેરા શોકમાં સરી પડ્યા હતા.

શહીદ જવાનનો પાર્થિવદેહ માદરે વતનમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં કરૂણ આક્રંદ છવાયો હતો. શહીદને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. ગામનો જવાન શહીદ થતા આખા મેમદપુર ગામના વેપાર ધંધા બંધ રાખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. શહીદ અમર રહોના નારા ગુંજી ઉઠ્યા હતા.

નોંધનીય છે કે, જશવંતસિંહ જવાનજી રાઠોડ નામનો યુવાન પિતાના નક્શેકદમ પર દેશની રક્ષા કાજે આર્મીમાં જાેડાયો હતો. જશવંતસિંહ રાઠોડ છેલ્લા 10 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતાં હતા.

Next Video