BANASKANTHA : સારા વરસાદને કારણે ધાનેરાની કોરી ધાકડ રેલ નદીમાં આવ્યા નવા નીર

|

Jul 26, 2021 | 11:55 AM

બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ ખાબકતા ચારેબાજુ ઠંડક પ્રસરી હતી.

BANASKANTHA : બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. સારા વરસાદને પગલે કોરી ધાકડ બનેલી રેલ નદીમાં નવા નીર આવતા રેલ નદી ફરી સજીવન થઇ છે. બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ અને બફારા બાદ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ ખાબકતા ચારેબાજુ ઠંડક પ્રસરી હતી. બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢમાં 6, કાંકરેજ 3, ડીસામાં 62, દાંતમાં 7, દાંતીવાડામાં 32, દિયોદરમાં 3, પાલનપુરમાં 34, ભાભરમાં 5, વડગામમાં 32 મીમી વરસાદ નોંધાયો હતો.

Next Video