Banaskatha: પાલનપુરમાં ઓટોરીક્ષા ફેડરેશનની બેઠક મળી,રાજ્ય સરકાર પાસે કરાઈ આ માંગણીઓ

|

Jul 04, 2021 | 7:25 PM

Palanpur : કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સૌથી વધુ કફોડી પરિસ્થિતિ રિક્ષા ચાલકોની થઇ છે. જેથી તેઓ સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યાં છે.

Banaskatha: કોરોનાકાળમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ રોજનું લાવીને રોજ ખાનારા લોકોની થઇ છે. લોકડાઉન, પ્રતિબંધ અને અન્ય કારણોથી રિક્ષાચાલકોની સ્થિતિ પણ વિકટ બની છે. આ સમગ્ર બાબતોને લઈને બનાસકાંઠાના વડું મથક પાલનપુરમાં ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશન (Gujarat State Autorickshaw Federation)ની બેઠક મળી હતી. આ બેઠકમાં ઓટો રિક્ષા ફેડરેશનની બેઠકમાં કોરોનાકાળ દરમિયાન રિક્ષા ચાલકોને પડેલી મુશ્કેલીઓની વિસ્તૃત ચર્ચા થઈ હતી.

સરકાર પાસે કરાઈ આ માંગણીઓ
કોરોનાની બે લહેરમાં રિક્ષાચાલકોની પરિસ્થિતિ કપરી બની છે. ધંધા-રોજગાર બંધ હોવાથી ફાઇનાન્સ કંપનીના હપ્તા ભરી શકાયા નથી. જેના કારણે પેનલ્ટી અને હપ્તા ન ભરતા રિક્ષાચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશન (Gujarat State Autorickshaw Federation)ની આજે પાલનપુર (Palanpur) ખાતે યોજાયેલી બેઠકમાં આ તમામ બાબતોની વિસ્તૃત ચર્ચા થયા બાદ રિક્ષાચાલકોએ માંગ કરી છે કે સરકાર તેમની બેંક લોન માટે સહાય અને એક આર્થીક જાહેર કરે.

બેંક પેનલ્ટીમાં રાહત નહી તો અંદોલનની ચીમકી
ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશન (Gujarat State Autorickshaw Federation) દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી સરકારની સહાય કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે પણ રિક્ષાચાલકોની તરફે ચુકાદો આપ્યો છે. તેમ છતાં સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી નથી. આજે જુલાઈએ મળેલી બેઠકમાં રિક્ષાચાલકો ઉગ્ર બન્યા હતા. તેમની માંગણી છે કે સરકાર તેમની લોન અને બેંકની પેનલ્ટી મામલે કોઈ નક્કર કામગીરી કરે, નહીં તો આગામી સમયમા ગાંધીનગર ખાતે રાજ્યભરના રિક્ષાચાલકો ધરણા કરી સરકાર સામે આંદોલન કરશે.

Published On - 7:24 pm, Sun, 4 July 21

Next Video