BANASKANTHA : અંબાજીમાં ગાજવીજ સાથે 15 મિનિટમાં અડધા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

|

Sep 07, 2021 | 2:58 PM

Rain In Ambaji : વરસાદને કારણે અંબાજીના બજારોમાં ફરી એકવાર નદીઓના વહેણ જેવા પાણી જોવા મળ્યા હતા, તો આ સાથે જ હાઇવે માર્ગ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.

BANASKANTHA : રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડમાં જન્માષ્ટમીના દિવસથી જ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજીની વાત કરીએ અંબાજીમાં મેઘો મહેરબાન થયો છે. આજે 7 સપ્ટેમ્બરે અંબાજીમાં ગાજવીજ સાથે 15 મિનિટમાં અડધા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.આ વરસાદને કારણે અંબાજીના બજારોમાં ફરી એકવાર નદીઓના વહેણ જેવા પાણી જોવા મળ્યા હતા, તો આ સાથે જ હાઇવે માર્ગ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો અને અનેક વાહનો પાણીમાં અટવાયા હતા. માત્ર અડધી કલાકમાં પડેલા વરસાદને કારણે અનેક વાહનો ખોટકાયા હતા.

બનાસકાંઠાના દાંતામાં 29 ઓગષ્ટે રવિવારે મેઘરાજાનું આગમન થયું હતું. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશાલી જોવા મળી હતી. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહી પડ્યા હતા. નદી-નાળાઓ પણ વરસાદી નીરથી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે ખેતરોમાં મૂરઝાતા પાકને જીવતદાન મળ્યું, તો ગામડાઓમાં વીજ ધાંધીયા પણ સર્જાયા હતા.

અંબાજી પંથકમાં આ પહેલા પણ આવી જ રીતે 1 સપ્ટેમ્બરના રોજ આવો વરસાદ પડ્યો હતો. 31 ઓગષ્ટ અને ત્યારબાદ 1 સપ્ટેમ્બરે સતત બીજા દિવસે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે અંબાજીના નગરજનોમાં આનંદ છવાયો હતો. એક કલાકમાં અડધો ઇંચ કરતા વધારે વરસાદ પડતા ખેડૂતોના ઉભા પાકને નવું જીવનદાન મળ્યું હતું અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. જોકે આ ધમાકેદાર વરસાદને કારણે અનેક વાહનો પણ પાણીમાં તણાયા હતા.

આ પણ વાંચો : TAPI : મહારાષ્ટ્રના બે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમનું જળસ્તર વધ્યું

Next Video