Banaskantha: પાલનપુર પોલીસની સરાહનીય કામગીરી, ટ્રક નીચે દબાયેલી કારમાંથી ડ્રાઈવરનો દિલધડક બચાવ

|

Nov 23, 2021 | 9:27 AM

Banaskantha: પાલનપુર આબુ રોડ પર વહેલી સવારે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં પોલીસની સુજ્બુજથી કારચાલકનો જીવ બચ્યો હતો.

Banaskantha: પાલનપુર તાલુકા પોલીસની (Palanpur Police) સરાહનીય કામગીરી સામે આવી છે. વાસ્તવમાં વાત એમ છે કે પાલનપુર ખાતે એક અકસ્માત સર્જાયો હતો. આબુ રોડથી પાલનપુર તરફ આવતા મુખ્ય નેશનલ હાઈવે પર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ રોડ પર અનાજ ભરેલી ટ્રક આવી રહી હતી. ત્યારે ટ્રક અચાનક પલટાઈ હતી. ટ્રક પલટાતા બાજુમાં ચાલી રહેલી કાર ઉપર ટ્રક પડી હતી અને મોટો અકસ્માત સર્જાયો હતો.

ટ્રકનો આ અકસ્માત થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસે જોયું કે ટ્રક નીચે કચડાયેલી કારમાં વાહન ચાલક જીવિત છે. ત્યારે પોલીસ તરત એક્શનમાં આવી. અને પોલીસે તાત્કાલિક ક્રેન અને કટર મશીન બોલાવ્યું હતું. જોતજોતામાં અને સામાન્ય મીનીટોમાં પ્રક્રિયા હાથ ધરીને કારમાં દબાઈ રહેલા કારચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. પ્રથમ અનાજના ટ્રકને ક્રેનથી ઉચકી લેવામાં આવ્યો. બાદમાં કટર મશીન દ્વારા કારનું પતરું કાપવામાં આવ્યું હતું.

આ ઘટના વહેલી સવાર બની હતી. પોલીસે તાત્કાલિક એક્શન લેતા કારચાલકનો જીવ બચ્યો છે. બાદમાં સામાન્ય ઈજાઓ થતા કારચાલકને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: રાજ્યના સરકારી ડૉક્ટરો ફરી આંદોલનના માર્ગે! માગણીઓ સ્વીકાર્યા બાદ અમલ જ ન થતા આપી ચિમકી

આ પણ વાંચો: Health Tips: વરિયાળી માત્ર મુખવાસ જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ છે આશીર્વાદરૂપ, જાણો ફાયદાઓ

Next Video