Banaskantha: અંબાજી મંદિર ભોજનાલય ટોકનનો મુદ્દો વિધાનસભામાં ઉછળ્યો

|

Mar 20, 2021 | 3:37 PM

શનિવારે વિધાનસભામાં અંબાજી મંદિર ભોજનાલયનો મુદ્દો ઉછળ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે, ભોજનાલય ટોકનમાં ભાવ વધારવામાં આવ્યો છે.

બનાસકાંઠા(Banaskantha) જિલ્લાના અંબાજી મંદિરમાં ભોજનાલય ચાલે છે. શનિવારે વિધાનસભામાં અંબાજી મંદિર ભોજનાલયનો મુદ્દો ઉછળ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે, ભોજનાલય ટોકનમાં ભાવ વધારવામાં આવ્યો છે. 13 રુપીયાના બદલે 40-41 રુપિયા કર્યા હોવાનુ કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભા ગૃહમાં કહ્યુ છે. આ આરોપ દાંતાના ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખારડીએ આરોપ લગાવ્યો હતો કે, મુખ્યમંત્રી પ્રજાસતાક દિવસની ઉજવણી માટે 42 લાખ અંબાજી મંદિરમાંથી લીધા છે. આ સાથે જ જણાવ્યું હતું કે, મંડપનો ખર્ચ પણ અંબાજી મંદિરમાંથી લીધો છે.

નોંધનીય છે કે, અંબાજી મંદિર 51 શક્તિપીઠ પૈકી એક એક છે. અંબાજી માતા મંદિર ભારતનું મુખ્ય શક્તિપીઠ છે. અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે. આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે. અંબાજીમાં વર્ષે બે થી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા વખતે ભવાઇ ભજવવામાં આવે છે. દર ભાદરવી પુનમે અહીં મેળો ભરાય છે અને આ સમયે મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવે છે.

Next Video