Banaskantha : ડીસા DYSP ડૉ. કુશલ ઓઝાએ બનાવેલી કોરોના માર્ગદર્શિકા માટે રાજ્ય પોલીસ વડાએ આપ્યા અભિનંદન

|

Aug 25, 2021 | 10:32 AM

ડીસાના નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ. કુશલ ઓઝાએ કોરોના મહામારીમાં ગુજરાત પોલીસ માર્ગદર્શિકા તૈયાર કરી છે. જે માર્ગદર્શિકાનો ડેટા આગામી સમયમાં પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ પરિવાર માટે કયા પ્રકારનું આગોતરું આયોજન થઇ શકે તે માટે બનાવી છે.

Banaskantha : ડીસા DYSP ડૉ. કુશલ ઓઝાએ બનાવેલી કોરોના માર્ગદર્શિકા માટે રાજ્ય પોલીસ વડાએ આપ્યા અભિનંદન
Banaskantha: State Police Chief Congratulates Deesa DYSP for Corona Guide

Follow us on

Banaskantha : કોરોના મહામારીમાં પોલીસ વિભાગની ભૂમિકા ફ્રન્ટ લાઈન વોરિયરની હતી. લોકો ઘરની બહાર ન નીકળે અને પોતાનું સ્વાસ્થ્ય જાળવે તે માટે પોલીસ પોતાના જીવના જોખમે રસ્તા ઉપર ઊભી હતી. હવે જ્યારે કોરોના મહામારીની ત્રીજી લહેરની શક્યતા છે. ત્યારે પોલીસ વિભાગના કર્મચારીઓ તેમજ તેમના પરિવારને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય પોલીસ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં કામ કરતા અને મેડીકલ અભ્યાસ સાથે જોડાયેલા અધિકારીઓને પોલીસ પરિવારની સુરક્ષા માટે શું કરી શકાય તે માટે ના સૂચનો મંગાવ્યા હતા.

જે અંતર્ગત ડીસાના નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ. કુશલ ઓઝાએ કોરોના મહામારીમાં ગુજરાત પોલીસ માર્ગદર્શિકા તૈયાર કરી છે. જે માર્ગદર્શિકાનો ડેટા આગામી સમયમાં પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ પરિવાર માટે કયા પ્રકારનું આગોતરું આયોજન થઇ શકે તે માટે બનાવી છે.

ગુજરાત પોલીસની કોરોના માર્ગદર્શિકા શું છે ?
ડૉ. કુશલ ઓઝાએ પોતાના મેડિકલ અભ્યાસ તેમજ આરોગ્યની મેળવેલા જ્ઞાનના આધારે ગુજરાત પોલીસ વિભાગ માટે માર્ગદર્શિકા તૈયાર કરી છે. જે માર્ગદર્શિકામાં પોલીસ વિભાગના કર્મચારીઓથી લઇ તેમના પરિવારની વિગતો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પોલીસ પોતાના તેમજ પોતાના પરિવારના સભ્યોની તમામ ડિટેલનો આ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

માર્ગદર્શિકા જે-તે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પાસે જમા કરાવવાની રહેશે. જેથી પોલીસ કર્મચારીઓ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કરેલી તમામ બાબતો જેવી કે કોરોના વેક્સિન લીધી છે કે કેમ ? તમને કોરોના થયો છે કે કેમ ? કોરોના બાદ અત્યારે તમારી શારીરિક સ્થિતિમાં શું પરિવર્તન છે ? તમને અન્ય કોઈ બીમારી છે કે કેમ ? ઘરમાં કેટલા લોકોને કોરોના થયો છે ? આ તમામ બાબતોની તલસ્પર્શી માહિતી પોલીસ સ્ટેશનમાં રહેશે. જેથી કોરોનાની ત્રીજી લહેર સમય કયા પોલીસ કર્મચારીને કેટલી તકેદારી રાખવી જોઇએ તે બાબતે ગુજરાત પોલીસ વિભાગ યોગ્ય પગલાં લઈ શકે.

ડૉ. કુશલ ઓઝાએ ગુજરાત પોલીસ કોરોના માર્ગદર્શિકા બનાવી તે બદલ રાજ્ય પોલીસ વડાએ આપ્યા અભિનંદન
આગામી સમયમાં કોરોનાથી વધુ તકલીફ ન પડે તે માટે ડૉ. કુશલ ઓઝાએ જે માર્ગદર્શિકા બનાવી છે. તેને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પણ વખાણી છે. આશિષ ભાટિયાનું કહેવું છે કે રાજ્યના પોલીસ વિભાગમાં એક ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવતાં તમે રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારની ચિંતા કરી છે.

તે બાબત ખરેખર અભિનંદનને પાત્ર છે. તમારી માર્ગદર્શિકા આગામી સમયમાં પોલીસ વિભાગને કોરોનાથી કઈ રીતે બચાવી શકાય તે માટે ઉપયોગી બનશે. જે માટે રાજ્યના પોલીસ વડા આવતી અને પોલીસ પરિવાર વતી હું અભિનંદન આપું છું.

મારો આરોગ્ય અભ્યાસ પોલીસને વિકટ સમયે કામ આવે તે માટે બનાવી છે માર્ગદર્શિકા : ડૉ. કુશલ ઓઝા
કોરોના માર્ગદર્શિકા મામલે નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે મારો BHMS માં મેડિકલનો અભ્યાસ પોલીસ પરિવારોને વિકટ સમયે કામ આવે તે મારૂં સૌભાગ્ય છે. સરકારે અગાઉ રાજ્ય પોલીસવડાના આદેશથી જિલ્લામાં પણ પોલીસ કર્મચારીઓને કોરોના થયો હતો તેમની સાથે વ્યક્તિગત વાત કરી હતી. તેમને પડી રહેલી તકલીફ માં કઈ રીતે બહાર નીકળી શકાય તે માટે માર્ગદર્શન પણ આપ્યું હતું.

અનેક પોલીસ કર્મચારીઓને કોરોના મહામારી દરમિયાન કોરોના સંક્રમણ થતાં તેમના સ્વાસ્થ્ય નું હોસ્પિટલમાં જઈ જાતે નિરીક્ષણ પોલીસના ઉચ્ચ અધિકારી તરીકે મેં કર્યું હતું. રાજ્ય પોલીસ વડાએ પોલીસ વિભાગમાં કામ કરતા અને મેડીકલ અભ્યાસ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે મંથન કરી કોરોના મહામારીમાં શું કરી શકાય તે માટેના નિવેદનો મંગાવ્યા હતા. જે અંતર્ગત મેં માર્ગદર્શિકા તૈયાર કરી છે.

જે પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારની તમામ ડીટેલ જે તે પોલીસ સ્ટેશનમાં રહેશે. જેથી આગામી સમયમાં કોરોના મહામારીમાં પોલીસ અને પોલીસ પરિવારને બચાવવા માટે શું કરી શકાય તેની તકેદારીના પગલાં માર્ગદર્શિકા આધાર લઈ શકાય.

Next Article