
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાંથાવાડાની સરવા શાળાના વાલીઓએ, ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા નેશનલ હાઈવેનો વિરોધ કર્યો છે. પાંથાવાડાના સરવા પ્રાથમિક શાળાની નજીકમા જ નેશનલ હાઈવે બંધાઈ રહ્યો છે. જેનો વિરોધ કરતા વાલીઓનું કહેવુ છે કે, સ્કુલમાં નાના બાળકોની અવરજવર રહેતી હોવાથી અવારનવાર ગંભીર અકસ્માત સર્જાવાનો ભય રહેલો છે. પ્રાથમિક શાળાની નજીકમાં જ ભારતમાલા (bharatmala) પ્રોજેકેટના ભાગરૂપે નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો હોવાથી, ગ્રામ્યજનો તેનો વિરોધ નોંધાવ્યો છે. સરવાના ગ્રામ્યજનોએ શાળાને તાળાબંધી કરીને ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત બની રહેલા નેશનલ હાઈવેનો વિરોધ કરતા અન્યત્ર ખેસડવા માંગ કરી છે.