Banaskantha : પાંચ દિવસથી કોરોના રસીના અભાવે, રસીકરણ અભિયાન સદંતર બંધ

|

May 04, 2021 | 7:01 PM

સરકારે 10 જીલ્લાના 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને રસીકરણ માટે આહ્વાન કર્યું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં 45 વર્ષથી ઉપરના લોકોને રસી આપી શકાય તે માટે પણ રસીનો જથ્થો નથી

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી કોરોના રસીનો જથ્થો નથી. જેના કારણે રસીકરણ અભિયાન સદંતર બંધ થયું છે. અનેક લોકો કોરોનાનું સુરક્ષાકવચ ગણાતી વેક્સિન મુકવા માટે આવે છે. પરંતુ તેમને કલાકો સુધી રાહ જોયા બાદ વેકસીન લીધા વિના પરત ફરવું પડે છે. જેના કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. ચાલો જોઈએ વિડીયો કે જેમાં રસીકરણ કરાવવા ઈચ્છુક નાગરિકો પોતાની મુશ્કેલી વર્ણવી રહ્યા છે.

 

સરકારે 10 જીલ્લાના 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને રસીકરણ માટે આહ્વાન કર્યું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં 45 વર્ષથી ઉપરના લોકોને રસી આપી શકાય તે માટે પણ રસીનો જથ્થો નથી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી રસીનો જથ્થો પહોંચવો જોઈએ એ પહોંચ્યો નથી. જેના કારણે તમામ રસીકરણ કેન્દ્રો પણ લોકોની કતારો લાગી છે. લોકો વહેલી સવારથી વેક્સિન લેવા માટે લાઇનમાં ઊભા રહે છે. પરંતુ વેકસીન ન હોવાથી રસીકરણ થઈ શકતું નથી. લોકો પણ સરકાર સામે આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર માત્ર જાહેરાતો કરે છે. પરંતુ તેના સામે રસીકરણ માટે વ્યવસ્થા થવી જોઈએ તે થતી નથી. લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વેકસીનનો જથ્થો પહોંચતો નથી. જેનો સ્વીકાર ઇન્ચાર્જ જિલ્લા અધિકારી જીગ્નેશ હરિયાણી પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકારે 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને વેકસીન માટે જે 10 જિલ્લાઓમાં વેકસીનની જાહેરાત કરી છે તેમાં બનાસકાંઠા જીલ્લો બાકાત છે. પરંતુ 45 વર્ષથી ઉપરના લોકો માટે પણ જીલ્લામાં જે વેકસીન આવવી જોઈએ તે જથ્થો છેલ્લા ત્રણ દિવસથી આવ્યો નથી. જેના કારણે વેકસીન વિના રસીકરણ ની પ્રક્રિયા સ્થગિત થઈ છે.

બીજી લહેર ઓછી થઇ રહી છે : રાજ્યની Covid Task Forceના સભ્ય અને ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજીસ્ટ ડૉ. તેજસ પટેલ જણાવે છે કે, મેના પ્રથમ અઠવાડિયાથી COVIDના કેસ ઘટવાના શરૂ થઇ ગયા છે. અને, હવે 10-15 દિવસમાં લોકો CORONAની અસરમાંથી બહાર આવી જશે.

ત્યાં સુધીમાં બીજા વેવ્સમાં CORONA વાઇરસની મોટાભાગની અસરો સમાપ્ત પણ થઇ જશે. હાલમાં નવા કેસ ઓછા થાય છે, તેમજ રિકવરી રેટ પણ ઘણો સારો છે, જે એક સારી નિશાની છે. આગામી થોડા અઠવાડિયામાં લોકો CORONAમાંથી બહાર નીકળી જશે. પરંતુ, છૂટાછવાયા કેસ ચાલુ રહેશે. જોકે, લોકોએ છ મહિના સુધી MASK, Sanitizer અને Social distanceનું પાલન કરવું પડશે.

આ પણ વાંચો : Coronavirus : કોરોનાની રસી જલ્દી ન મળી તો બંધ કરી દઇશુ કામ,પાયલોટ્સે મેનેજમેન્ટને આપી ધમકી

Next Video