બનાસકાંઠા: સરહદી વિસ્તારમાં ફરી તીડ દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ, જુઓ VIDEO

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી તીડ દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. રણ વિસ્તારને અડીને આવેલા વિસ્તારમાં તીડ દેખાયા છે. કેન્દ્ર અને રાજય કૃષિ વિભાગ તીડ નિયંત્રણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. છુટાછવાયા વિસ્તારમાં તીડ દેખાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો: નવસારી અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, અંબિકા કાવેરી નદીમાં […]

બનાસકાંઠા: સરહદી વિસ્તારમાં ફરી તીડ દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ, જુઓ VIDEO
| Updated on: Jul 06, 2019 | 6:58 AM

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી તીડ દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. રણ વિસ્તારને અડીને આવેલા વિસ્તારમાં તીડ દેખાયા છે. કેન્દ્ર અને રાજય કૃષિ વિભાગ તીડ નિયંત્રણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. છુટાછવાયા વિસ્તારમાં તીડ દેખાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: નવસારી અને ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, અંબિકા કાવેરી નદીમાં આવ્યું પુર, જુઓ VIDEO

રાજસ્થાનના જેસલમેરની આસપાસથી તીડ પ્રવેશ્યા હોવાનું માનવામાં આવે છે. રાજસ્થાનથી બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તીડ પ્રવેશ કરી રહ્યા છે. કહેવાય છે કે તીડનું ઝૂંડ જે ખેતરમાં કે વાડીમાં બેસે ત્યાં સફાયો કરી દે છે અને જેના લીધે ખેડૂતોનો પાક જ નિષ્ફળ જતો હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો