બનાસકાંઠાઃ શિહોરીમાં ખાતર માટે ખેડૂતોની લાઈનો, રવી સીઝનમાં પૂરતું ખાતર ન મળતા આક્રોશ

|

Dec 08, 2021 | 11:42 AM

Banaskantha: ખેડૂતોના માટે એક નવી મુસીબત આવી પડી છે. રવી સીઝનમાં ખેડૂતોને પુરતું ખાતર મળતું ન હોવાની વાત સામે આવી છે.

બનાસકાંઠા (Banaskantha) કાંકરેજના મુખ્ય મથક શિહોરીમાં ખાતર (fertilizer) માટે ખેડૂતોની (Farmers) લાઈનો લાગી ગઈ છે. રવી સીઝનમાં ખેડૂતોને પુરતું ખાતર મળતું ન હોવાની વાત સામે આવી છે. ત્યારે ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી લાઈનોમાં લાગ્યા છે. રવી સીઝનમાં જરૂરિયાત પ્રમાણે ખાતર ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ દ્રશ્યો ચિંતાજનક છે કેમ કે સિઝનમાં જ જો ખાતર ન મળે તો ખેડૂતોની હાલત કફોળી બને છે. બનાસકાંઠામાં મોટાભાગે લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્યારે ખાતરની વાત કરીએ તો. શિયાળામાં મોટાભાગે રાયડો, બટાકો કે અન્ય પાકનું વાવેતર થતું હોય છે. જેમાં વાવેતર બાદ ખાતરની જરૂરીયાત ઉભી થાય છે.

જરૂરીયાતના સમયે જ ખાતર ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. તો કાંકરેજના શિહોરીના દ્રશ્યો સામે આવ્યા છે. આ મુખ્યમથક પર દુર દુરથી ખાતર મેળવવા માટે લોકો આવતા હોય છે. પરંતુ તેમને ખાતર ન મળતું હોવાથી ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. અગાઉ પણ ખાતરની અછતના અનેક કિસ્સા સામે આવ્યા છે. તો અંતરિયાળ વિસ્તારમાં ખાતરની અછત અવાર નવાર સર્જાતી હોય છે.

 

આ પણ વાંચો: Farmers Protest: સરકારનાં જવાબથી અગર ખેડૂત સમિતિ રાજી થઈ તો પ્રધાન સાથે યોજાય શકે છે બેઠક, SKMની બેઠકમાં લેવાયો નિર્ણય

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાની આફત વધી: 15 કેસ માત્ર પાંચ પરિવારના, જાણો કયા ઝોનમાં કેટલા કેસ?

Published On - 11:05 am, Wed, 8 December 21

Next Video