Banaskantha: મોંઘવારીનો માર, ખેડૂતો પરેશાન! ખાતર, ડીઝલ બાદ બિયારણના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો

|

Mar 25, 2021 | 11:26 AM

ભારત કૃષિ પ્રધાન દેશ છે. જોકે જગતનો તાત હવે ખેતીકામને વંદન કરી અન્ય વ્યવસાયમાં જોડાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાત બનાસકાંઠાની છે, બાજરીના બિયારણના ભાવ આસમાને પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ભારત કૃષિ પ્રધાન દેશ છે. જોકે જગતનો તાત હવે ખેતીકામને વંદન કરી અન્ય વ્યવસાયમાં જોડાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાત બનાસકાંઠાની છે, બાજરીના બિયારણના ભાવ આસમાને પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે, બિયારણના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો થતા આ ઉપરાંત યોગ્ય વળતર ન મળતા તેમને ઘાટ કરતા ઘડામણ મોંઘી પડી રહી છે. ખાતર, ડીઝલ બાદ બિયારણમાં ભાવ વધારો થતા વાવેતર કેમ કરવું તેને લઈ ખેડૂતો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે.

Next Video