Budget 2021: નવા બજેટ પર ખેડૂતોની પ્રતિક્રિયા, ડીઝલના ભાવ વધારાથી નારાજગી

|

Feb 01, 2021 | 3:57 PM

Budget 2021માં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બજેટમાં ખેડૂતો માટે પણ કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.

Budget 2021: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે બજેટ રજુ કર્યું હતું. નાણામંત્રીએ સવારે 11 કલાકથી બજેટ ભાષણની શરૂઆત કરી હતી. આ બજેટ ભાષણ 1 કલાક 52 મિનીટ સુધી ચાલ્યું હતું. બજેટમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બજેટમાં ખેડૂતો માટે પણ કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.

નાણા મંત્રીએ 2021 વર્ષ માટે ખેડૂતો માટે 75 હજાર 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ઉપરાંત 1000 એપીએમસી માર્કેટ ઓનલાઇન કરવાની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં એકસાથે મોટા 5 કૃષિ હબ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ અંગે બનાસકાંઠાના ખેડૂતોએ TV9 સાથે વાત કરી હતી.

કેન્દ્રના બજેટમાં કૃષિ લક્ષી જાહેરાતની નારાજગી ખેડૂતોએ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત એક ખેડૂતે ડીઝલને લઈને વાત કરી હતી. જેમાં ટ્રેક્ટર અને અન્ય કૃષિ લક્ષી વાહનો ચલાવવા માટે જે ડીઝલની જરૂર પડે છે તે મોંઘુ છે. આ કારણે ખેડૂતે કૃષિ મિત્રો માટે ડીઝલને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

 

 

Next Video