Banaskantha: બિલ્ડર બન્યા દેવદૂત, ઓક્સિજનની 100 થી વધુ બોટલ દર્દીઓને નિ:શુલ્ક આપી

|

May 01, 2021 | 11:25 AM

કોરોનાની બીજીલહેરમાં ઓક્સિજનની ખૂબ જ ખેંચતાણ છે.. પૈસા ફેંકવા છતાં ઓક્સિજન નથી મળી રહ્યો. તેવામાં બનાસકાંઠા જિલ્લામાં ડીસાના જાણીતા બિલ્ડર અનેક લોકો માટે દેવદૂત તરીકે ઉભરી આવ્યા છે.

કોરોનાની બીજીલહેરમાં ઓક્સિજનની ખૂબ જ ખેંચતાણ છે.. પૈસા ફેંકવા છતાં ઓક્સિજન નથી મળી રહ્યો. તેવામાં બનાસકાંઠા જિલ્લામાં ડીસાના જાણીતા બિલ્ડર અનેક લોકો માટે દેવદૂત તરીકે ઉભરી આવ્યા છે. બિલ્ડર પી.એન. માળી દ્વારા અત્યાર સુધી 100થી વધુ ઓક્સિજનની બોટલ નિ:શુલ્ક આપવામાં આવી છે. જેના કારણે અનેક લોકો મોતના મુખમાં જતા બચી ગયા છે.

કહેવાય છે કે જન સેવા એજ પ્રભુ સેવા. આ ઉક્તિને બિલ્ડર માળીએ ખરા અર્થમાં સાર્થક કરી છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી જે કોરોના પોઝિટિવ દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઉભી થતા તેમણે મદદ કરી છે. ઓળખીતો હોય કે ન હોય, માનવતાના નાતે તેમણે પ્રાણવાયુથી લોકોના હ્યદયમાં પ્રાણ ફૂંક્યા છે. દર્દીના સ્વજનો પણ તેમનો આભાર માની રહ્યા છે.

Next Video